વડોદરા : લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં પાલિકા ઉણી ઉતરી, સ્થાનિકોએ સ્વખર્ચે બોર કરાવ્યો...

વડોદરા કોર્પોરેશનના સત્તાધીશો શહેરીજનોને નિયમિત પાણી પુરવઠો પૂરો પાડતી હોવાની ગુલબાંગો પોકારે છે

Update: 2022-05-21 13:08 GMT

વડોદરા કોર્પોરેશનના સત્તાધીશો શહેરીજનોને નિયમિત પાણી પુરવઠો પૂરો પાડતી હોવાની ગુલબાંગો પોકારે છે. પરંતુ સોસાયટીઓમાં રહેતા લોકોને હજારો રૂપિયાના ખર્ચે બોર બનાવવાની ફરજ પડી રહી છે. સાથે જ વેરાનું વળતર પણ નથી મળતું હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા મહી નદી આજવા સરોવર નર્મદાની મુખ્ય કેનાલમાંથી શહેરીજનોને નિયમિત પાણી પુરવઠો પૂરો પાડવાની ગુલબાંગો પોકારવામાં આવે છે. પરંતુ લોકોને દૂષિત, ગંદુ અને ડહોળું પાણી મળતું હોવાની બુમો ઉઠી છે. આટલું ઓછું હોય તેમ શહેરની પેરી વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં તો રહીશોને નાછૂટકે હજારો રૂપિયાના ખર્ચે બોર બનાવવાની ફરજ પડી છે. એટલું જ નહીં, સ્થાનિકોને ખારું પાણી વાપરવું પડે છે, ત્યારે પાલિકાના સત્તાધીશો પોતાની પ્રાથમિક ફરજ પૂરી પાડવામાં પણ ઉણા ઉતર્યા હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા.

Tags:    

Similar News