મોદી કેબિનેટમાં લેવાયા 2 મોટા નિર્ણય, ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને થશે લાભ

આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, મહારાષ્ટ્ર અને ઓડિશના સાત હજાર ગામડાઓમાં મોબાઈલ કનેક્ટિવિટી ઊભી કરવામાં આવશે,

Update: 2021-11-17 11:07 GMT

આજે બુધવારનાં રોજ મોદી સરકાર દ્વારા કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જે બેઠકમાં કેટલાક મોટા નિર્ણય લેવામાં આવ્યા છે, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પત્રકાર પરિષદ કરીને તમામ નિર્ણયોની જાહેરાત કરી હતી. કેબિનેટમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સરકાર હવે તેવી જગ્યાઓ પર ટેલિકોન સુવિધા ઊભી કરવામાં આવશે જ્યાં અત્યારે પણ મોબાઈલ કનેક્ટિવિટી નથી. આ સિવાય ગ્રામીણ જગ્યાઓને સડકોથી જોડવા માટે પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજનાને ફરી શરૂ કરવામાં આવશે..

જેથી દેશના ગામેગામને સડકોથી જોડવામાં આવે. કેન્દ્ર સરકારનો નિર્ણય છે કે આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, મહારાષ્ટ્ર અને ઓડિશના સાત હજાર ગામડાઓમાં મોબાઈલ કનેક્ટિવિટી ઊભી કરવામાં આવશે, આ ગામડાઓમાં 4G સુવિધા ઊભી કરવામાં આવશે અને સમગ્ર પ્રોજેક્ટમાં 6466 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. મોબાઈલ સિવાય રોડ કનેક્ટિવિટી માટે પણ આજે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનું ત્રીજું ચરણ શરૂ કરવામાં આવશે જે હેઠળ જે ગામડાઓમાં આજે પણ રોડ નથી ત્યાં રોડ બનાવવામાં આવશે. જંગમ વિસ્તારો જેવા કે પહાડો, નદી-નાળા હોય તેવી જગ્યાઓ પર રસ્તા બનાવવામાં આવશે અને નાના પૂલ બનાવવાની પણ યોજના છે.  

Tags:    

Similar News