કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર, રાહુલ ગાંધીએ કહ્યું નફરતનું બજાર બંધ થયુ અને પ્રેમની દુકાન ખૂલી

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં બહુમતી મેળવ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે લગભગ 2.30 વાગ્યે મીડિયા સમક્ષ હાજર થયા હતા.

Update: 2023-05-13 10:09 GMT

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં બહુમતી મેળવ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે લગભગ 2.30 વાગ્યે મીડિયા સમક્ષ હાજર થયા હતા. રાહુલે 6 વાર નમસ્કાર કહ્યું હતું. રાહુલે કહ્યું- કર્ણાટકમાં નફરતનું બજાર બંધ થયું છે.રાહુલે વધુમાં કહ્યું કે અમે ગરીબોના મુદ્દે લડ્યા. અમે પ્રેમથી આ લડાઈ લડ્યા. કર્ણાટકની જનતાએ અમને બતાવ્યું કે આ દેશ પ્રેમને પસંદ કરે છે. કર્ણાટકમાં નફરતનું બજાર બંધ થઈ ગયું છે.

Full View

પ્રેમની દુકાનો ખુલી છે. તે સૌની જીત છે. આ કર્ણાટકની જનતાની જીત છે. તેમણે કહ્યું કે અમે ચૂંટણીમાં કર્ણાટકની જનતાને 5 વચનો આપ્યા હતા. આ વચનો પ્રથમ દિવસે, પ્રથમ કેબિનેટમાં પૂર્ણ કરવામાં આવશે.કર્ણાટકમાં ભાજપે હાર સ્વીકારી લીધી છે. મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ કહ્યું કે સંપૂર્ણ પરિણામો આવ્યા બાદ અમે સમીક્ષા કરીશું અને લોકસભાની ચૂંટણીમાં અમે મજબૂતાઈથી પરત ફરીશું.ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર કોંગ્રેસે 33 સીટ જીતી છે અને 104 સીટ પર આગળ છે, એટલે કે કુલ 137 સીટ. ભાજપે 15 સીટ જીતી છે અને 47 સીટ પર આગળ છે, એટલે કે કુલ 62 સીટ. જેડીએસ 4 સીટ જીતી છે અને 17 સીટ પર આગળ છે, કુલ 21. અન્ય 4 સીટ પર આગળ છે.

Tags:    

Similar News