પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો સામે કોંગ્રેસનું દેશવ્યાપી પ્રદર્શન, રાહુલ ગાંધી પહોચ્યા વિજયચોક

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો નોંધાયો છે.

Update: 2022-03-31 06:07 GMT

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો નોંધાયો છે. આ સાથે જ સતત વધી રહેલા ભાવોના વિરોધમાં કોંગ્રેસ આજે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવા ઉતરી છે. આ વિરોધમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ જોડાયા છે.

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો સામે કોંગ્રેસ વિજય ચોક પાસે સંસદની સામે દેશવ્યાપી પ્રદર્શન કરી રહી છે, જેમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજ નેતાઓ સામેલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના સાંસદો વિજય ચોકના મીડિયા લૉનમાં લગભગ એક કલાક સુધી ધરણા પર બેસશે, જ્યારે પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના નેતાઓ સહિત કાર્યકરોએ મોદી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે આજે અહીં અમારા કોંગ્રેસના સાંસદો અને દરેક રાજ્યમાં અમારા નેતાઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાનો વિરોધ કરી રહ્યા છે. અમારી માંગણી છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને રોકવામાં આવે. તેની અસર ગરીબો પર પડી રહી છે. ગેસ સિલિન્ડરના ભાવ બમણા થઈ ગયા, આવું ઈતિહાસમાં ક્યારેય બન્યું નથી. સરકારનો સ્પષ્ટ એજન્ડા છે કે ગરીબોમાંથી પૈસા કાઢીને બેથી ત્રણ અબજપતિઓને આપવામાં આવે. રાહુલે વધુમાં કહ્યું કે ચૂંટણી સમયે પણ અમે લોકોને કહ્યું હતું કે હવે પેટ્રોલ લો, ચૂંટણી પછી સરકાર પૈસા વધારશે.

Tags:    

Similar News