ઝારખંડ વિધાનસભામાં નમાઝ માટે અલગ રૂમ ફાળવાયો તો ભાજપના ધારાસભ્યોએ જાય શ્રી રામના નારા લગાવ્યા

ભાજપના ધારાસભ્યો વિધાનસભામાં ઢોલ અને મંજીરા લઈને પહોચ્યા હતા

Update: 2021-09-06 14:47 GMT

વિધાનસભા પરિસરમાં નમાજ માટે જે અલગથી રૂમ આપવામાં આવ્યો છે. તેને લઈને ભાજપના ધારાસભ્યોએ બારે હંગામો મચાવ્યો છે. જેમા તેમણે તે રૂમની ફાળવણી રદ કરવા માટે માગ કરી છે. એટલુંજ નહી વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોએ ભજન કિર્તન પણ શરૂ કરી દીધા છે. આજે સવારથી ઝારખંડ વિધાનસભામાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. ભાજપના ધારાસભ્યો વિધાનસભામાં ઢોલ અને મંજીરા લઈને પહોચ્યા હતા.જ્યા તેમણે હરહર મહાદેવ અને જયશ્રીરામના નારા લગાવ્યા હતા. વિધાનસભાની બહાર આજે ભારે હોબાળો જોવા મળ્યો. જેના કારણે સ્પીકર રવીન્દ્ર નાથ મહતોએ બધા ધારાસભ્યોને પરત જવા માટે અપીલ કરી. પરંતુ હોબાળો તેમ છતા શાંત ન થતા વિધાનસભાને સ્થગિત કરવામાં આવી હતી. આ મામલે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી બન્ના ગુપ્તાએ એવું નિવેદન આપ્યું કે ધર્મના નામે વિવાદ છેડવામાં આવી રહ્યો છે. સાથેજ તેમણે કહ્યું કે ભાજપ નેતાઓ લોકોને મોંઘવારી અને રોજગાર જેવા મુદ્દાઓથી ભટકાવા માટે આવું કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઝારખંડમાં સ્પીકર દ્વારા વિધાનસભામાં નમાજ માટે અલગ રૂમ ફાળવવામાં આવ્યો છે. જેથી ભાજપ દ્વારા વિધાનસભામાં હનુમાન મંદિર અને બાકી ધર્મોના પૂજા સ્થળોના નિર્માણ માટેની માગ કરવામાં આવી છે.ઝારખંડ વિધાનસભામાં નમાઝ માટે અલગ રૂમ ફાળવાયો તો ભાજપના ધારાસભ્યોએ જાય શ્રી રામના નારા લગાવ્યા..

Tags:    

Similar News