PM મોદી નૌશેરા પહોંચ્યા, જમ્મુ-કાશ્મીરમાં સેના સાથે ઉજવશે દિવાળી; વડાપ્રધાન બન્યા પછી આઠમી વખત કાશ્મીરના પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટર પહોંચી ગયા છે. તેઓ આજે અહીં જવાનો સાથે દિવાળીની ઉજવણી કરશે.

Update: 2021-11-04 06:54 GMT

આજે દિવાળી છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટર પહોંચી ગયા છે. તેઓ આજે અહીં જવાનો સાથે દિવાળીની ઉજવણી કરશે. પીએમ મોદી એવા સમયે ત્યાં પહોંચી રહ્યા છે જ્યારે પુંછમાં આતંકી પ્રવૃતિઓ વધી ગઈ છે.

આ દરમિયાન દિવાળીના દિવસે વડાપ્રધાન મોદીએ દેશના લોકોને પણ શુભેચ્છા પાઠવી છે.બે વર્ષ પહેલાં એટલે કે 2019માં જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 અને કલમ 35એ હટાવવામાં આવી હતી. ત્યારપછી પીએમ દિવાળીની ઉજવણી કરવા રાજૌરી ગયા હતા.રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, પીએમ મોદીએ બ્રિગેડ કાર્યાલયમાં જવાનો સાથે ચા પીધી અને બપોરનું ભોજન પણ કરશે.

મોદી અહીં સશસ્ત્ર બળની તૈયારીઓની માહિતી લેશે. તે સાથે જ વડાપ્રધાન જવાનોને સંબોધિત પણ કરે તેવી શક્યતા છે. આ દરમિયાન તેઓ જવાનોનો ઉત્સાહ વધારશે. વડાપ્રધાન મોદીએ આજે સવારે ટ્વિટ કર્યું છે કે, દિવાળીના શુભ અવસરે દેશના લોકોને હાર્દિક શુભેચ્છા. મારી શુભેચ્છા છે કે, આ પ્રકાશ પર્વ તમારા દરેકના જીવનમાં સુખ, સંપન્નતા અને સૌભાગ્ય લઈને આવે.

દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બીજી બાજુ પીએમઓ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે, વડાપ્રધાન જવાનો સાથે દિવાળીની ઉજવણી કરવાના છે. 2019 પછી પીએમ મોદી આજે બીજી વખત રાજૌરી જઈ રહ્યા છે. બે વર્ષ પહેલાં પણ તેમણે જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

Tags:    

Similar News