જામનગર : વૃધ્ધો માટે વાત્સલ્ય ધામનું ઉદ્ઘાટન કરતા MPના રાજ્યપાલ આનંદિબેન પટેલ

Update: 2018-07-28 11:23 GMT

પાકિસ્તાન દેશના વડા પ્રધાન બનવા જઈ રહેલા ઇમરાન ખાન પણ આપણા દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્લોગન વાપરે છે : એમ.પી., રાજયપાલ-આનંદિ પટેલ

જામનગર થી ૧૧ કિમી દુર આવેલા વાત્સલ્ય ધામના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી અને હાલ મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ જામનગર ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં સૌ પ્રથમ સર્કીટ હાઉસ માં તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વૃધ્ધો માટે તૈયાર થયેલ વાત્સલ્ય ધામનું ઉદ્ઘાટન કરી લોકોને સંબોધન કર્યા હતા.

ગુજરાત રાજ્ય ના પૂર્વ મુખ્ય મંત્રી અને હાલ મધ્યપ્રદેશના રાજ્યપાલ એવા આનંદીબેન પટેલ જામનગર ખાતે આવી પહોંચ્યા હતા, જેમાં જામનગર તેમજ દેવભૂમિ દ્વારકામાં આનંદીબેનનો બે દિવસનું રોકાણ હોય, ત્યારે જામનગરના સર્કીટ હાઉસ ખાતે તેઓનું સ્વાગત તપોવન ફાઉન્ડેશનના હોદેદારો કરવામાં આવ્યું હતું, તેમજ આ તકે જીલ્લા કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી અને જીલ્લા પોલીસ વડા પણ ઉપસ્થિત રહ્યા હતા, અને ત્યારબાદ જામનગર શહેર થી ૧૧ કિમી દુર તપોવન ફાઉન્ડેશનના વાત્સલ્ય ધામ ખાતે તેઓ પહોંચ્યા હતા, જ્યાં રાજેનભાઈ જાની દ્વારા નિર્મિત કરવામાં આવેલ વાત્સલ્ય ધામને તેઓ દ્વારા રીબીન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

[gallery td_select_gallery_slide="slide" data-size="large" ids="58261,58262,58263,58264,58265,58266,58267,58268,58269,58270,58271,58272,58273,58274,58275,58276,58277,58278,58279"]

ત્યારબાદ આનંદીબેન પટેલ એ એક સભા ને સંબોધન કરી હતી, જેમાં જામનગર ના સંસદ પુનમબેન માડમ, ધારાસભ્યો ધર્મેન્દ્રસિંહ જાડેજા, વલ્લભભાઈ ધારવિયા, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, પ્રણામી ખીજડા મંદિરના મહારાજ, સ્વામીનારાયણ સંપ્રદાયના મહારાજ સહીતના માહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં વિવિધ સંસ્થાઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદેદારો, અને મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

જામનગર ખાતે આવેલા મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે આ સભાને સંબોધન કરતા વાત્સલ્ય ધામ વિષે લોકોને માહિતગાર કર્યા હતા અને રાજનભાઈ જાનીએ કરેલ આ કાર્યને બિરદાવ્યા હતા, તેમજ એક સમયે આનંદીબેને સંબોધન કરતી વેળાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન દેશના વડા પ્રધાન બનવા જઈ રહેલા ઇમરાન ખાન પણ આપણા દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્લોગન વાપરે છે, તેમજ અમેરિકા જેવા દેશ માં પણ નરેન્દ્ર મોદીના સુત્રોનો ઉપયોગ થતો હોય ત્યારે આપણે ગર્વ લેવાની વાત છે. આમ મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ જામનગર ખાતે આવેલા વાત્સલ્ય ધામને ખુલ્લું મુક્યું હતું.

Tags:    

Similar News