જુગારીઓ પણ બન્યા હાઈટેક, પોલીસથી બચવા અપનાવ્યો આવો રસ્તો..જાણો વિગતે

Update: 2018-12-29 11:17 GMT

વલસાડમાં વોટ્સએપ ઉપર ગૃપ બનાવી વરલી મટકાનો જુગાર રમતા 6 ખેલીઓ ઝડપાયા

રાજ્યમાં આઇપીએલ અથવા ક્રિકેટ મેચ દરમિયાન લાખો રૂપિયાનો જુગાર રમતા લોકોના કિસ્સા પ્રકાશ માં આવ્યા છે. આવો જુગાર રમવામાં તેમના માટે અનેક રિસ્ક હોય છે જેથી હવે જુગારીઓ પણ હવે ટેક્નોલોજી અને સોશિયલ મીડિયોનો સહારો લીધો છે. જેના થકી જુગાર રમવાનું શરૂ કર્યું છે. વલસાડના સ્ટેડિયમ રોડ પરથી 6 જેટલા લોકોને પોલીસે વોટ્સએપ પર વરલી મટકાનો જુગાર રમતા ઝડપી પાડ્યા છે. જેમાં મુખ્ય સૂત્રધારની પણ ધરપકડ કરવામાં આવી છે.

વલસાડનાં સ્ટેડિયમ રોડ ઉપર આવેલી સબરસ કોલ્ડ્રીંક્સની દુકાનમાં વરલી મટકાનો જુગાર રમતાં છ પકડાયાં હતાં. પોલીસે બાતમીના આધારે રેડ કરી સૌ પ્રથમ બે ઈસમોને ઝડપી લીધા હતાં. બાદમાં તેના ફોન ચેક કરતાં વોટસએપ પર આંકડા મોકલી રમનારા અન્ય 4ને ઝડપી લેવામાં આવ્યાં હતાં. પોલીસે છ આરોપીઓ પાસેથી રોકડ 57 હજાર સહિત 48 હજારના મોબાઈલ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. હાઈટેક રીતે વલસાડમાં રમાતો જુગાર પોલીસે ઝડપીને આરોપીઓની પુછપરછ કરી હતી. જેમાં આરોપીઓ મહેસાણાના રજાક નામના શખ્સની દોરવણી હેઠળ જુગાર રમી વરલી મટકાનું મોબાઈલ ફોનમાં વોટસએપ ગ્રુપ પર કટીંગ લઈને જુગાર રમતા પોલીસે રજાકને વોન્ટેડ જાહેર કર્યો છે.

પકડાયેલ આરોપીના નામ

યુસુફ રફીકભાઈ શેખ

રજનીકાંત નવીનભાઈ ગામીત

ગોપાલ વાલજીભાઈ ઓડેદરા

રામલાલ છોટેલાલ ગૌતમ

નિતીશભાઈ સદાશીવ શેટ્ટી

મણીલાલ ગોપીનાદન અઢેવા

હાલ તો પોલીસ દ્વારા તમામ આરોપી ને લઈને તપાસ હાથ ધરવામાં છે આગામી દિવસો મોટું કૌભાંડ બહાર આવે એવી શક્યતાઓ છે.

Tags:    

Similar News