રાજકોટઃ 'દાદા'ના નામથી ઓળખાતા રાજવી મનોહરસિંહજીની તબિયત નાજુક

Update: 2018-09-27 11:15 GMT

મનોહરસિંહજી પ્રદ્યુમનસિંહ જાડેજાનો જન્મ રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે થયો હતો

રાજકોટનાં રાજવી અને પૂર્વ આરોગ્ય મંત્રી મનોહરસિંહ જાડેજા તબિયત નાજૂક હોવાના અહેવાલો સામે આવ્યા છે. અહીં તેમને દાદાના હુલામણા નામથી સૌ ઓળખતા હતા. મનોહરસિંહજી જાડેજા છેલ્લા ઘણા સમયથી બીમાર છે. આજે ગુરૂવારે તેમની તબિયત અચાનક લથડી હતી. તબિયત નાજુક હોવાથી પરિવારના દરેક સભ્યોને બોલાવી લેવામાં આવ્યા છે.

મનોહરસિંહજી પ્રદ્યુમનસિંહ જાડેજાનો જન્મ 18 નવેમ્બર 1935ના રોજ રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે થયો હતો. મનોહરસિંહજી દાદા એ રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલી રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યો છે. દાદાના લગ્ન 1949 માં માનકુમારી દેવી સાથે થયા હતા.

રાજકોટના મતદારક્ષેત્રમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માટે સ્થાયી મનોહરસિંહજી 1967માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાઈ આવ્યા હતા. બાદમાં 1971 સુધી સેવા આપી હતી. મનોહરસિંહજીએ રાજકોટ મતદારક્ષેત્ર માટે 1980થી 1985 અને 1990થી 1995 સુધી ગુજરાત વિધાનસભાના સભ્ય કાર્યવાહી કરી હતી. આ સમયે નાણાંમંત્રી, યુવા સેવાઓ પ્રધાન સહિતના કેબિનેટમાં સંખ્યાબંધ પદ પર સત્તા ભોગવી હતી. 1998થી તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજ્ય વિભાગ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વાઇસ પ્રેસિડન્ટ તરીકેની પણ સેવાઓ આપી હતી.

Tags:    

Similar News