રાજકોટ: લોધિકા સંઘના ડિરેક્ટર ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવતા હતા, 2 શખસ ઝડપાયા: 3 ફરાર

ભારતીય નવી પેઢીને વર્લ્ડ લેવલના ક્રિકેટરો સાથે રમવાની તક આપતી આઈ પી એલ સટોડિયા માટે ગેરકાયદેસર રૂપિયા છાપવા ની સોનેરી તક આપે છે.

Update: 2022-04-12 05:56 GMT

વર્તમાન સમયમાં સમગ્ર દેશમાં આઈ પી એલ ક્રિકેટ ફીવર ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય નવી પેઢીને વર્લ્ડ લેવલના ક્રિકેટરો સાથે રમવાની તક આપતી આઈ પી એલ સટોડિયા માટે ગેરકાયદેસર રૂપિયા છાપવા ની સોનેરી તક આપે છે. લોકોને સટ્ટાની લત લગાવતા બુકીઓ અને IPLમાં લાખોની હેરાફેરી કરી લે છે.

રાજકોટમાં IPL ના સટ્ટા પર ક્રાઇમ બ્રાંન્ચ સતત વોચ ગોઠવીને બેઠી છે.જેમાં વિરાણી અધાટ વિસ્તારમાં મેચ પર સટ્ટો રમતા બે ઈસમો પકડાયા હતા. કુવાડવા રોડ પરથી પ્રતિક ટોપીયા અને હાર્દિક તારપરાની ધરપકડ પણ કરી લેવામાં આવી છે જેમાં બંનેની પૂછપરછમાં વધુ 3 બુકીઓના નામ ખુલ્યા છે. જેમાં રાજકોટના મહેશ આસોદરિયા અને અજય પીઠીયાનું તેમજ અન્ય 1 એક મુંબઈ બુકી હિમાંશું પટેલ ની શોધખોળ હાથ ધરાઇ છે.સમગ્ર મામલે તપાસ તેજ કરવામાં આવતા સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. જે 2 આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે તેમણે રાજકોટ-લોધિકા સંઘની મહેશ આસોદરિયા નું બુકી તરીકે નામ આપ્યું છે. સહકારી આગેવાન મહેશ આસોદરિયા ક્રિકેટનો સટ્ટો રમાડતા હતો તેવી વાત હાલ ટોક ઓફ ધ ટાઉન બની છે ક્રાઈમ બ્રાન્ચ હાલ મહેશ આસોદરિયા તેમજ અન્ય 2 બુકીઓની શોધખોળ કરી રહી છે. ધરપકડ બાદ વધુ ખુલાસો થયા તેવી પૂરેપૂરી શક્યતા છે.રાજકોટમાં IPLના ઓનલાઈન સટ્ટા પર ક્રાઇમ બ્રાંચે ગઈરાત્રે દરોડા પાડયા હતા. મહત્વનું છે કે એક જૂથ દ્વારા બેન્ક પ્રતિનિધિ તરીકે મહેશ આસોદરિયા ની ભલામણ કરાઈ હતી

Tags:    

Similar News