IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સની સતત ચોથી હાર, RCBની 7 વિકેટે જીત

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં શનિવારે સાંજે રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ધમાકેદાર જીત મેળવી છે.

Update: 2022-04-10 03:35 GMT

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં શનિવારે સાંજે રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ધમાકેદાર જીત મેળવી છે. 152 રનનો પીછો કરતા આરસીબીએ મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું હતું. અંતે દિનેશ કાર્તિક, ગ્લેન મેક્સવેલે તેમની ટીમ માટે મેચ પુરી કરી અને 7 વિકેટે મોટી જીત નોંધાવી. આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની આ સતત ચોથી હાર છે. મુંબઈ સિવાય ચેન્નાઈ એવી ટીમ છે. જે સતત પોતાની પ્રથમ ચાર મેચ હારી છે. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ હજુ પણ આ સિઝનમાં તેની પ્રથમ જીતની રાહ જોઈ રહી છે.

બેંગ્લોરની ટીમને શાનદાર શરૂઆત મળી હતી અને ફાફ-અનુજ રાવતે ટીમને 50થી આગળ કરી હતી. ફાફ ડુ પ્લેસિસના પતન બાદ વિરાટ કોહલી રનનો વરસાદ કરનાર અનુજ રાવતને સપોર્ટ કરવા આવ્યો હતો. બેંગ્લોર માટે સૌથી ખાસ ઇનિંગ અનુજ રાવતની હતી જેણે 47 બોલમાં 66 રન બનાવ્યા હતા. આ સાથે જ પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પણ 36 બોલમાં 48 રન બનાવીને આઉટ થયો હતો. અંતમાં દિનેશ કાર્તિક અને ગ્લેન મેક્સવેલે પોતાની ટીમને આસાનીથી જીત અપાવી હતી.

Tags:    

Similar News