મુંબઈ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડના એજાઝ પટેલે ખેરવી 10 વિકેટ, આવી સિધ્ધી મેળવનાર વિશ્વનો ત્રીજો બોલર બન્યો

મુંબઈમાં રમાઈ રહેલી ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા 325 રનમાં ઓલઆઉટ થઈ છે.

Update: 2021-12-04 07:54 GMT

મુંબઈમાં રમાઈ રહેલી ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા 325 રનમાં ઓલઆઉટ થઈ છે. ભારત તરફથી મયંક અગ્રવાલે 150 રન બનાવ્યા હતા. એજાઝ પટેલે ભારતની તમામ 10 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટનો આજે બીજો દિવસ છે. ભારતે પ્રથમ ઈનિંગ્સમાં 325 રનનો સ્કોર નોંધાવ્યો છે. આ મેચમાં મૂળ ભારતમાં જન્મેલા ન્યૂઝીલેન્ડના સ્પિનર એજાઝ પટેલે ભારતની તમામ 10 વિકેટો ઝડપી ઈતિહાસ સર્જ્યો છે. આ સાથે જ તે પ્રથમ ઈનિંગ્સમાં તમામ 10 વિકેટ ખેરવનાર વિશ્વનો પ્રથમ બોલર બન્યો છે. અગાઉ અનિલ કુંબલે અને જિમ લેકરે વિરોધી ટીમની તમામ 10 વિકેટો ખેરવી હતી પરંતુ તે વિકેટો બીજી ઈનિંગ્સમાં હતી. અક્ષર પટેલે પોતાની ટેસ્ટ કરિયરની પ્રથમ ફિફ્ટી લગાવી. મયંક અગ્રવાલના 150 રન અને અક્ષર પટેલની લડાયક 52 રનની ઈનિંગ્સે 325 રનનો સ્કોર ઉભો કર્યો છે.

મહત્વનુ છે કે, એજાઝ પટેલ ટેસ્ટ મેચની એક ઇનિંગમાં તમામ 10 વિકેટ લેનાર વિશ્વનો ત્રીજો ખેલાડી બન્યો છે. આ અગાઉ ઈંગ્લેન્ડનો બોલર જિમ લેકર વર્ષ 1956માં ઓસ્ટ્રેલીયા સામે ટેસ્ટ ઇનિંગમાં 10 વિકેટ ઝડપી હતી. ત્યારબાદ ભારતનો ખેલાડી અનિલ કુંબલે વર્ષ 1999માં પાકિસ્તાન સામે ટેસ્ટ ઇનિંગમાં 10 વિકેટ એકલા હાથે ઝડપી હતી. ત્યારે આજરોજ ન્યૂઝીલેન્ડના એજાઝ પટેલે ભારત સામે ટેસ્ટ ઇનિંગમાં તમામ 10 લઈને વિશ્વનો ત્રીજા નંબરનો બોલર બન્યો છે.

Tags:    

Similar News