ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન ટીમે સતત ત્રીજી મેચ જીતી, ટીમ ઈન્ડિયાને શું થશે અસર ?

Update: 2021-10-30 07:56 GMT

ટી-20 વર્લ્ડ કપ 2021માં પાકિસ્તાનની ટીમે સતત ત્રીજી વખત મેચ જીતી છે. પાકિસ્તાને પાંચ વિકેટથી અફઘાનિસ્તાનને હરાવ્યું છે. આ જીત સાથે પાકિસ્તાન લગભગ સેમિફાઈનલમાં પહોંચી ગયુ છે અને આ ટીમ બીજા ગ્રુપમાં પહેલા સ્થાને રહેશે. જ્યારે બીજા સ્થાન માટે ભારત અને ન્યૂઝીલેન્ડ પ્રબળ દાવેદાર છે. રવિવારે આ બંને ટીમોની વચ્ચે મેચ યોજાવાની છે અને જે પણ ટીમ જીતશે તેનું સેમિફાઈનલમાં સ્થાન નક્કી છે. જો પાકિસ્તાનની ટીમ અફઘાનિસ્તાનની સામે હારી જાય તો ભારત માટે સેમિફાઈનલમાં પહોંચવુ મુશ્કેલ થઇ શકે છે અને મામલો નેટ રનરેટમાં પણ ગૂંચમાં પડી શકે છે. આવો અમે તમને જણાવીએ બીજા ગ્રુપમાં હવે ભારત માટે શું સમીકરણ છે? બીજા ગ્રુપમાં ભારત, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની મોટી ટીમો છે.

એવામાં આપણે એવુ માનીને ચાલી રહ્યાં છે કે આ ત્રણેય ટીમો બાકી ત્રણ ટીમો અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામીબિયાની સામે પોતાની બધી મેચ જીતી જશે. જેના આધારે આગળના સમીકરણ જણાવવામાં આવ્યાં છે. જો ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડને હરાવે છે તો પાકિસ્તાન ટીમના 10 પોઈન્ટ થશે અને બીજા ગ્રુપમાં પ્રથમ સ્થાને રહેશે. ભારત 8 પોઈન્ટની સાથે બીજા સ્થાને રહેશે. ન્યૂઝીલેન્ડના 6 પોઈન્ટ રહેશે. એવામાં પાકિસ્તાન અને ભારતની ટીમ સેમિફાઈનલ માટે ક્વોલિફાઈ કરશે. આ સ્થિતિમાં ભારત સામે ગ્રુપ-1માં ટોપ પર રહેતી ટીમ સાથે થશે. ગ્રુપ-1માં ટોપ પર રહેવાની દાવેદાર ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમ છે. જો ન્યૂઝીલેન્ડ ભારતને હરાવે છે તો પાકિસ્તાનની સ્થિતિમાં કોઈ ફેરફાર થશે નહીં. આ ટીમ 10 પોઈન્ટની સાથે સેમિ ફાઈનલમાં પહોંચશે અને પ્રથમ ગ્રુપની બીજી ટીમનો સામનો કરશે. તો ભારતના 6 પોઈન્ટ રહેશે અને ભારત સેમીફાઈનલમાં પહોંચી શકશે નહીં. જ્યારે ન્યૂઝીલેન્ડની પાસે 8 પોઈન્ટ હશે અને આ ટીમ સેમિફાઈનલ માટે ક્વોલિફાઈ કરી શકશે.

Tags:    

Similar News