બેટથી નિષ્ફળ ગયેલા ઋષભ પંતે બનાવી ખાસ 'સદી', કેપ્ટનશીપમાં મળી પહેલી જીત

પ્રથમ બેટિંગ કરીને 179 રન બનાવનાર ભારતીય ટીમે વિરોધી ટીમને 48 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું.

Update: 2022-06-15 11:14 GMT

ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામેની ત્રીજી T20 મેચમાં શાનદાર જીત મેળવી છે. પ્રથમ બેટિંગ કરીને 179 રન બનાવનાર ભારતીય ટીમે વિરોધી ટીમને 48 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. યુવા કેપ્ટન ઋષભ પંતના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાની આ પ્રથમ જીત છે. ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામેની ત્રીજી T20 મેચમાં શાનદાર જીત મેળવી છે. પ્રથમ બેટિંગ કરીને 179 રન બનાવનાર ભારતીય ટીમે વિરોધી ટીમને 48 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. યુવા કેપ્ટન ઋષભ પંતના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાની આ પ્રથમ જીત છે.

આ જીત ઋષભ પંત માટે ખાસ હતી કારણ કે તેની સદી પણ અહીં થઈ છે. દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ત્રીજી T20 મેચ રિષભ પંતની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 100મી મેચ હતી. જેમાં T20, ODI અને ટેસ્ટ મેચનો સમાવેશ થાય છે. મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃત્તિ બાદ રિષભ પંત ટીમ ઈન્ડિયાનો નંબર-1 વિકેટ કીપર બેટ્સમેન છે અને તેને ભવિષ્યના લીડર તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. આ જ કારણ છે કે જ્યારે કેએલ રાહુલ ઈજાના કારણે શ્રેણીમાંથી બહાર હતો ત્યારે રિષભ પંતને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

Tags:    

Similar News