આફ્રિકન કેપ્ટન ખડકની જેમ ઉભો રહ્યો, એકલા હાથે ભારતને હરાવ્યું

દક્ષિણ આફ્રિકાએ જોહાનિસબર્ગ ટેસ્ટમાં ભારતીય ટીમને 7 વિકેટે હરાવીને ઈતિહાસ રચ્યો હતો.

Update: 2022-01-07 05:37 GMT

દક્ષિણ આફ્રિકાએ જોહાનિસબર્ગ ટેસ્ટમાં ભારતીય ટીમને 7 વિકેટે હરાવીને ઈતિહાસ રચ્યો હતો. વંડર્સ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા સામે દક્ષિણ આફ્રિકાની ટીમની આ પ્રથમ જીત છે. આ ઉપરાંત આફ્રિકાની ટીમે પ્રથમ વખત આ મેદાન પર કોઈપણ ટીમ સામે 240 જેટલા મોટા લક્ષ્યાંકનો પીછો કર્યો છે. આ ઐતિહાસિક જીતમાં સૌથી મોટો ફાળો દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગરનો રહ્યો છે. બીજી ઇનિંગમાં જ્યારે ભારતીય ટીમે 240 રનનો મોટો લક્ષ્‍યાંક આપ્યો ત્યારે રેકોર્ડ જોતા એવું લાગી રહ્યું હતું કે ભારતીય ટીમ આ મેચ આસાનીથી જીતી જશે પરંતુ એલ્ગર ક્રિઝ પર એવી રીતે સેટલ થયો કે દક્ષિણ આફ્રિકાની ટીમને વિજય અપાવ્યો.

Tags:    

Similar News