T20 વર્લ્ડકપ: વધુ એક થ્રીલિંગ મેચ, ઝિમ્બાબ્વે બાંગ્લાદેશ સામે જીતતા જીતતા રહી ગયું !

બાંગ્લાદેશે ઝિમ્બાબ્વેને 3 રનથી હરાવ્યું છે.ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે પ્રથમ દાવમાં 20 ઓવરમાં 7 વિકેટે 150 રન બનાવ્યા હતા

Update: 2022-10-30 08:54 GMT

રવિવારે ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં ભારત-પાકિસ્તાનનો રોમાંચ જોવા મળ્યો હતો. ઝિમ્બાબ્વેને છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી.11 પણ બનાવ્યા, પરંતુ છેલ્લા બે બોલમાં બે વિકેટ પડી અને ઝિમ્બાબ્વે હારી ગયું.બંને ટીમો ડગઆઉટમાં ગઈ હતી, પરંતુ રોમાંચ હજુ પણ શરૂ હતું. મેચ રેફરીએ છેલ્લા બોલે નો-બોલ આપ્યો કારણ કે બાંગ્લાદેશના વિકેટકીપર નુરુલ હસને સ્ટંપની આગળ જઈ બોલ પકડ્યો. પરંતુ, નસીબનો આટલો સાથ મળવા છતાં ઝિમ્બાબ્વે હારી ગયું. મોસડેકે પણ છેલ્લો બોલે કોઈ રન માર્યો નહીં અને ઝિમ્બાબ્વે 3 રનથી હારી ગયું.

ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાં રવિવારે બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે મેચ રમાઈ હતી. મેચમાં ભારત-પાકિસ્તાન મેચ જેવો રોમાંચ જોવા મળ્યો હતો. મેચ અંતિમ બોલ સુધી ગઈ હતી. રોમાંચ ભરેલી મેચમાં બાંગ્લાદેશે ઝિમ્બાબ્વેને 3 રનથી હરાવ્યું છે.ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે પ્રથમ દાવમાં 20 ઓવરમાં 7 વિકેટે 150 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 8 વિકેટે 147 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી શાન્તનોએ 71 રનની શાનદાર અડધી સદીની ઇનિંગ રમી હતી. મુજરબાની અને નાગરવાને બે સફળતા મળી. વિલિયમ્સ-સિકંદરને એક-એક વિકેટ મળી હતી.

Tags:    

Similar News