સુરતઃ કન્ટેનર ભરીને લવાતો હતો વિદેશી દારૂનો જથ્થો, સચિન પોલીસે ઝડપી પાડ્યો

Update: 2018-08-20 09:27 GMT

સચિન GIDC પોલીસે વિદેશીદારૂ ભરેલું કન્ટેનરને ઝડપી પાડયું, કન્ટેનરના ડ્રાઈવર અને ક્લિનરની ધરપકડ

ગુજરાતમાં કડક દારૂબંધીના અમલ માટે પોલીક કડકાઈથી કામ કરી રહી છે. પરંતુ બુટલેગરોને જાણે પોલીસની પણ બીક રહી નથી. જથી હવે કન્ટેનર ભરીને દારૂ ગુજરાતમમાં લવાતો હોય તેવો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. સચિન પોલીસે વિદેશીદારૂ ભરેલા કન્ટેનરને ઝડપી પાડ્યું છે. જેમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની 131 પેટી સાથે અંદાજીત 5 લાખના વિદેશીદારૂ ભરેલા કન્ટેનર સાથે ડ્રાઈવર અને કલીનરને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દારૂના બૂટલેગરો દ્વારા વિદેશીદારૂને શહેરમાં ઘૂસાવડા માટે અવનવા નુસખા કરવામાં આવી રહ્યાં છે. પરંતુ પોલીસથી બચવું તેમના માટે મુશ્કેલ ભર્યું હોય કોઈને કોઈ જગ્યાએ આવા બૂટલેગરોને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવે છે. આવો જ એક બનાવ આજે સુરતમાં જોવા મળ્યો હતો. પલસાણાથી ઉધના જવાના રોડ પરથી વિદેશીદારૂ ભરેલુ કન્ટેનર પસાર થવાનું છે તેવી બાતમી સચિન પોલીસને મળી હતી. બાતમીના આધારે સચિન પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે સમય દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા કન્ટેનરને ઉભુ રાખી તપાસ હાથ ધરી હતી.

પોલીસને તપાસમાં કન્ટેનરમાં વિદેશીદારૂ ભરેલો હોવાનું જણાયું હતું. દારૂ ભરેલા કન્ટેનરને સચિન પોલીસ સ્ટેશને લઈ જઈ તપાસણી કરતાં તેમાંથી વિવિધ બ્રાંડની 131 પેટીઓ અંદાજીત 5 લાખ રૂપિયાનો દારૂનો જથ્થો હોવાનું માલુમ પડયુ હતું. પોલીસે કન્ટેનરના ડ્રાઈવર અને ક્લિનર આ વિદેશીદારૂનો જથ્થો કયાંથી અને કોને પહોંચાડવાનો હતો તે અંગે પૂછપરછ હાથ ધરી છે. સચિન પોલીસને ડ્રાઈવરે પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું કે વિદેશીદારૂનો જથ્થો તે રાજસ્થાનથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું પોલીસે કન્ટેનરના ડ્રાઈવર અને ક્લિનરની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Tags:    

Similar News