સુરતમાં મહિલાએ રિક્ષામાં બાળકીને જન્મ આપ્યો…!

Update: 2018-08-24 06:52 GMT

પગલે ટ્રોમા સેન્ટરની પરિચારિકાઓ દોડીને બહાર આવીને બાળક અને માતા પ્રાથમિક સારવાર આપી

માતા-બાળકની તબિયત સ્થિર

સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટર બહાર રિક્ષામાં મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો. આ ઘટનાને પગલે ટ્રોમા સેન્ટરની પરિચારિકાઓ દોડીને બહાર આવીને બાળક અને માતા પ્રાથમિક સારવાર આપી હતી. જેના લીધે આજે સુરત નવી સિવિલ હોસ્પિટલની પ્રસંસનીય કામગીરીના પગલે લોકોએ વખાણ્યો હતો.

ઘટનાની મળતી માહિતી અનુસાર, આજે વહેલી સવારે નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટર બહાર એક રિક્ષામાં પ્રસુતિ માટે મહિલાને લાવવામાં આવી હતી. પરંતુ રિક્ષામાં જ મહિલાનો દુખાવો અસહ્ય બન્યો હતો. મહિલા સુરતની નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બહાર પહોંચે તે પહેલા બાળકીને જન્મ આપ્યો હતો. આ ઘટનાને પગલે હોસ્પિટલના સત્તાધીશોને જાણ થતાં ટ્રોમા સેન્ટરની પરિચારિકાઓ દોડીને બહાર આવી હતી, અને મહિલાને પ્રાથમિક સારવાર આપી હતી.

હાલ રિક્ષામાં જન્મ લેનાર બાળકી અને માતા બન્ને સ્વસ્થ છે. રિક્ષામાં જન્મેલી બાળકીનું વજન ૨ કિલો ૮૦૦ ગ્રામનું બતાવવામાં આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર, પ્રસ્તુતુ થનાર મહિલાનું નામ શબાના કમરે આલમ શેખ છે. રિક્ષામાં માતાએ બાળકીને જન્મ આપ્યા બાદ પરિચારિકાઓએ નવજાત બાળકી અને માતાને તાત્કાલિક ગાયનેક વોર્ડમાં રીફર કર્યા હતા.

બાળકીએ ૯માં મહિને જન્મ લીધો હતો. માતા શબાનાની આ ત્રીજી પ્રસુતિ છે. અગાઉ એક દીકરી અને એક દીકરા બાદ બીજી બાળકીએ રિક્ષામાં જન્મ લીધો હતો. મહિલાનો પતિ કમરે આલમ સ્કૂલ બેગ બનાવવાના કામકાજ સાથે સકડાયેલો છે. આજે બનેલી ઘટનાથી સુરત નવી સિવિલ હોસ્પિટલની પ્રસંસનીય કામગીરી લોકોએ વખાણી હતી.

Tags:    

Similar News