સુરત : દિવાળી બાદ કોરોના સંક્રમણમાં વધારો, લોકોને તકેદારી રાખવા ફાયર વિભાગે લાઉડસ્પીકરથી કરી અપીલ

Update: 2020-11-19 12:33 GMT

સુરતમાં ફરી એક વખત કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે સુરતમાં ફાયરના ઓફિસરો દ્વારા લાઉડસ્પીકર મારફતે લોકોને તકેદારી રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

સુરતના અનેક વિસ્તારોમાં દિવાળીના તહેવાર ટાણે લોકોના ટોળા જોવા મળ્યા હતા. અને ત્યારબાદ ફરી કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. જેના કારણે વહીવટી તંત્ર ફરી એક વખત દોડતું થયું છે. સુરત મહાનગર પાલિકા તેમજ ફાયર વિભાગના અધિકારીઓ પણ જનજાગૃતિ અભિયાનમાં જોડાયા છે. ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં લાઉડસ્પીકરના માધ્યમથી લોકોને અપીલ કરવામાં આવી રહી છે. જેમાં અધિકારીઓ લોકોને અપીલ કરી રહ્યા છે કે, જેમ બને તેમ સોશિયલ ડિસ્ટન્સ જાળવો, માસ્ક પહેરો અને કોવિડ-19ની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરો તેવી અપીલ સાથે ફાયર વિભાગના અધિકારીઓ મેદાને ઉતર્યા છે.

Tags:    

Similar News