સુરત : માસ્કના નામે દુકાનદારો પાસેથી રૂપિયાની ઉઘરાણી કરતો હોમગાર્ડ ઝડપાયો, વિડિયો થયો વાઇરલ

Update: 2021-01-22 16:36 GMT

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં માસ્કના નામે દુકાનદારો અને વેપારીઓ પાસેથી પૈસાની ઉઘરાણી કરતો હોમગાર્ડનો જવાન પોલીસના હાથે ઝડપાયો છે.

મળતી માહિતી અનુસાર, ગોડાદરા ખાતે આવેલ નીલકંઠ સોસાયટીમાં રહેતો 20 વર્ષીય સાગર ખૈરનાર હોમગાર્ડમાં ફરજ બજાવે છે. જે ગતરોજ ગોડાદરા વિસ્તારમાં કેટલીક દુકાનોમાં હાજર વેપારીઓના મોઢા પર માસ્ક ન હોવાથી પોતાની ક્રાઈમ બ્રાન્ચ ઓફિસર તરીકેની ઓળખ આપી રોફ જમાવતો હતો. ઉપરાંત કેટલાક વેપારીઓ પર ફરિયાદ દાખલ કરવાની પણ ધમકી આપી 500થી 2000 રૂપિયા પડાવી લેતો હતો. સાગર પાસેથી એક નોટબુક પણ મળી આવી હતી, જ્યાં વેપારીઓ પાસેથી પૈસા મેળવી તેમાં નોંધ કરતો હતો. જોકે કેટલાક જાગૃત વેપારીઓએ પોલીસને જાણ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. ઉપરાંત હાજર કેટલાક લોકોએ સમગ્ર ઘટનાને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ કર્યો હતો, ત્યારે હાલ તો ગોડાદરા પોલીસે આરોપી સાગર ખૈરનારની ધરપકડ તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News