સુરત : જીવન-મરણની સ્થિતિ વચ્ચે તબીબે આપી કોરોનાને મ્હાત, અન્ય દર્દીને આપ્યું હતું પોતાનું ઓક્સિજન માસ્ક

Update: 2020-11-01 11:03 GMT

સુરતમાં 100 દિવસની જીવન-મરણ વચ્ચેની સ્થિતિમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ ડો. સંકેત મહેતા કોરોનાને મ્હાત આપી પરત ઘરે ફર્યા છે. તેઓ ફરજ પર હતા તે દરમ્યાન પોતાનું ઓક્સિજન માસ્ક એક દર્દીને આપી પોતે કોરોના સંક્રમિત બન્યા હતા.

સુરતમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ ડો. સંકેત મહેતાને ખૂબ જ તકલીફ થતા એર એમ્બ્યુલન્સ મારફતે ચેન્નઈ શિફ્ટ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓના ફેફસા ટ્રાન્સપ્લાન્ટ કરી નવું જીવનદાન આપવામાં આવ્યું હતું. કોરોના વોરિયસ તરીકે ડોક્ટર સંકેત મહેતા પોતાની ફરજ પર હતા, ત્યારે તેઓએ પોતાનું ઓક્સિજન માસ્ક એક દર્દીને આપી પોતે જ કોરોના સંક્રમિત બન્યા હતા. ડોક્ટર સંકેતની 60થી 70 ટકા જેટલી સ્થિતિ સુધરતાં તેમને 100 દિવસ બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ડોક્ટર સંકેત 100 દિવસની લાંબી સફર બાદ ઘરે પરત ફર્યા હતા, ત્યારે તેમની નાની દીકરી સહિત પરિવારના સભ્યો ખુશખુશાલ થઈ ગયા હતા. જોકે ડોક્ટર સંકેત પરત ઘરે આવ્યા તે વેળા પરિવારજનોની આંખમાંથી હર્ષના આંસુ સરી પડ્યા હતા. 100 દિવસ બાદ ડોક્ટર સંકેત ઘરે આવ્યા ત્યારે તેમના સ્વાગત માટે શહેરના જાણીતા તબીબોએ પણ ખાસ હાજરી આપી હતી.

Tags:    

Similar News