સુરતઃ અધિકારીના ત્રાસથી કંટાળી તાલીમાર્થી કલાર્કે કર્યો આપઘાતનો પ્રયાસ

Update: 2018-10-12 11:30 GMT

કલાર્કની પત્ની ગર્ભવતી હોવાથી તેને મળવા માટે અધિકારી પાસે રજા માંગતો હતો

સુરતમાં વરાછાના આરોગ્ય અધિકારીના માનસિક ત્રાસથી કંટાળી ગયેલા તલીમાર્થી ક્લાર્કે હાથની નસ કાપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

વરાછા ઝોન ઓફિસમાં VDBC વિભાગમાં તાલીમાર્થી ક્લાર્ક તરીકે મૂળ મહારાષ્ટ્રનો સુરજ અનિલ ચકે બે વર્ષથી ફરજ બજાવી રહ્યા છે. ગતરોજ હાથની નસ કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. આપઘાતોનો પ્રયાસ કરનાર તાલીમાર્થી ક્લાર્કે જણાવ્યું હતું કે, વરાછા ઝોન ઓફિસના આરોગ્ય વિભાગના અધિકારી જે.ડી. પટેલ દ્વારા ધમકી અને ત્રાસ આપવામાં આવતો હતો. સીઆર રિપોર્ટમાં બેડ લખી મોકલી આપવાની ધમકી આપવામાં આવતી હતી. જેથી કંટાળી જઈને આ પગલું ભર્યું હતું.

મૂળ મહારાષ્ટ્રના વતની સુરજની પત્ની હાલમાં ગર્ભવતી છે. જેથી પત્નીને મળવા માટે છેલ્લા ઘણા સમયથી રજા માંગતો હતો. જોકે, અધિકારી જે.ડી. પટેલ રજા મંજૂર ન કરતા તેને લાગી આવતાં તેણે ઓફિસમાં જ હાથની નસ કાપી નાખી હતી. અધિકારીની શોષણ નિતી સામે આવતા સાથી કર્મચારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

Tags:    

Similar News