સુરત: ગૃહમંત્રીને ડ્રગ્સ સંઘવી કહેવા બદલ ગોપાલ ઇટાલીયા સામે બદનક્ષીની ફરિયાદ, પાટીલને પણ કહ્યા હતા બુટલેગર

આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા હર્ષ સંઘવીને 'ડ્રગ્સ સંઘવી' તરીકે સંબોધતા ઉમરા પોલીસ સ્ટેશનમાં બદનક્ષીની ફરિયાદ નોંધાઈ

Update: 2022-09-03 08:52 GMT

આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે સતત શાબ્દિક પ્રહારો થઈ રહ્યા છે. સુરતમાં આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા હર્ષ સંઘવીને 'ડ્રગ્સ સંઘવી' તરીકે સંબોધતા ઉમરા પોલીસ સ્ટેશનમાં બદનક્ષીની ફરિયાદ નોંધાઈ છે. ઉમરા પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગોપાલ ઈટાલીયાએ ભાજપના પ્રદેશ પ્રમુખને પણ 'બુટલેગર' તરીકે સંબોધન કર્યું હતું.

આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા દ્વારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોતાની જનસભામાં સંબોધતા કે સોશિયલ મીડિયા ઉપર જ્યારે લોકો સાથે સંપર્ક કરવામાં આવે છે ત્યારે તેમણે નેતાઓ ઉપર પ્રહાર કરતા એવા શબ્દો બોલી નાખ્યા હોય છે કે જેને લઈને રાજકારણમાં ગરમાવો આવી જતો હોય છે. ગોપાલ ઇટાલીયા દ્વારા ભૂતકાળમાં પણ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અંગે પણ 'બુટલેગર' સંબોધનના કારણે રાજકીય રીતે ખૂબ જ માહોલ ઉગ્ર બન્યો હતો.

ત્યારબાદ ગોપાલ ઇટાલીયા દ્વારા ફરી એક વખત હર્ષ સંઘવીને 'ડ્રગ્સ સંઘવી' તરીકે સંબોધતા ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.જે રીતે ગુજરાતની અંદર સતત ડ્રગ્સ પકડાઈ રહ્યું છે તેના કારણે રાજકીય પક્ષો ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપો કરવાની તક છોડતા નથી. આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને શિક્ષણના મુદ્દે કાયદો વ્યવસ્થાના મુદ્દે દારૂના વેચાણ મુદ્દે અને ડ્રગ્સના વેચાણને લઈને સતત પ્રહાર કરતી રહે છે

Tags:    

Similar News