સુરેન્દ્રનગર : એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત, 12 મુસાફરોને ઇજા

Update: 2020-10-18 08:05 GMT

ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ ( એસટી)ની મુસાફરી હવે અસલામત બની રહી હોય તેમ લાગી રહયું છે. લીંબડીથી સુરેન્દ્રનગર જઇ રહેલી એસટી બસનો ડમ્પર સાથે અકસ્માત થતાં બસમાં સવાર 12 મુસાફરોને ઓછીવત્તી ઇજા પહોંચી હતી.

લીંબડી - રાજકોટ હાઇવે પર ડમ્પર અને એસ. ટી. બસ વચ્ચે અકસ્માત સર્જાયો  હતો. લીંબડી સર્કલ પાસે લીંબડી - સુરેન્દ્રનગર રૂટની એસ.ટી. બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં બસમાં સવાર 12 જેટલા મુસાફરોને નજીવી ઇજા પહોંચી હતી. સદનસીબે મોટી જાનહાનિ થતાં અટકી હતી. હાઇવે પર બનેલા અકસ્માતના બનાવના કારણે થોડા સમય માટે ટ્રાફિકજામ થઇ ગયો હતો. પોલીસ કાફલાએ દોડી આવી વાહનવ્યવહાર રાબેતા મુજબ કર્યો હતો. એસટી નિગમ ભલે કહેતું હોય સલામત સવારી એસટી હમારી પણ હવે એસટી બસોના અકસ્માત વધી રહયાં છે. થોડા દિવસો પહેલાં જ ઝઘડીયા- અંબાજી રૂટની એસટી બસે મોટરસાયકલને ટકકર મારતાં એક યુવાનનું મોત થયું હતું.

Tags:    

Similar News