કરજણના ખાંધા ગામમાં કપિરાજના આતંકથી ગ્રામજનોમાં દહેશત

Update: 2020-01-15 13:25 GMT

વડોદરાના કરજણ તાલુકાના ખાંધા ગામમાં ભુરાટા બનેલા

કપિરાજના આતંકથી ગ્રામજનો ભયના ઓથાર હેઠળ આવી ગયા છે. વનવિભાગ દ્વારા વહેલી તકે

આતંક મચાવનાર કપિરાજને પકડી ગ્રામજનોને ભયમુક્ત કરાવવાની માંગ ઉઠવા પામી છે.

ખાંધા ગામમાં છેલ્લા બે ત્રણ દિવસથી એક ભુરાટા બનેલા

કપિરાજે આતંક મચાવતા ગ્રામજનોમાં ભારે દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ કપિરાજે પચ્ચીસથી ત્રીસ લોકોને બચકા ભર્યા છે.

કપિરાજને પકડી પ‍ાંજરે પુરવા બાબતે વનવિભાગને જાણ

કરતા વનવિભાગ દ્વારા ખાંધા ગામમાં પાંજરૂ મુકાયું છે. પણ હજુ સુધી ભુરાટો બનેલો

કપિરાજ પકડાયો નથી. ગામમાં લગ્ન પ્રસંગ હોઇ વહેલી તકે કપિરાજને પકડી પાડવા

ગ્રામજનો દ્વારા માંગ ઉઠવા પામી છે. કપિરાજે કરેલા હુમલામાં એક પુરુષ તથા એક મહિલ

પણ ઇજાગ્રસ્ત થવા પામી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. તો ભુરાટા બનેલા કપિરાજને

વહેલી તકે જબ્બે કરી ગ્રામજનોને ભયમુક્ત કરાવવા ખાંધા ગામના સ્થાનિકો દ્વારા માંગ

ઉઠવા પામી છે. હવે જોવાનું એ રહ્યું કે ભુરાટો બનેલો કપિરાજ ક્યારે પાંજરે પુરાય

છે તે તો સમય જ બતાવશે.

Tags:    

Similar News