રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સ્પેશિયલ રેપોટીયર વડોદરાની મુલાકાતે

Update: 2018-12-07 13:29 GMT

ડૉ. અગ્રવાલે સરકાર અને સંસ્થાકીય ક્ષેત્રો દ્વારા બાળ અને વૃદ્ધજન કલ્યાણ પ્રવૃત્તિઓની સમીક્ષા કરી

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (એનએચઆરસી) ના વિશેષ પ્રતિનિધિ (સ્પેશિયલ રેપોટીયર) ડૉ. વિનોદ અગ્રવાલે જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ તેમજ જિલ્લા પ્રશાસન સાથે સંકળાયેલા વિવિધ ખાતાઓના જિલ્લા કક્ષાના ઉચ્ચાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે ખાસ કરીને બાળકો અને વૃદ્ધજનોની સુરક્ષા, સારસંભાળ તેમજ કલ્યાણના આશય સાથે અમલમાં મૂકવામાં આવેલી યોજનાઓ અને થઇ રહેલી કામગીરીની તલસ્પર્શી વિગતો મેળવી હતી. અસરકારકતા તેમજ પરિણામોની સમીક્ષા કરી હતી. બાળકો અને વડીલ વૃદ્ધજનોની યોગ્ય કાળજી લેવી, સારસંભાળ કરવી અને તેમને જરૂરી સુવિધાઓ આપવી એ પરિવાર, સમાજ અને સરકારની સરખી ફરજ છે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

[gallery td_select_gallery_slide="slide" data-size="large" ids="76153,76154,76155,76156,76157,76158,76159,76160,76161"]

જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે આ ક્ષેત્રમાં એક નવી પહેલના રૂપમાં તાલુકાવાર કેમ્પસ યોજીને વડીલજનોની વિનામૂલ્યે આરોગ્ય તપાસ, સરકારી આરોગ્ય યોજનાઓ હેઠળ જરૂરિયાતમંદ વડીલજનોની યોગ્ય સારવારનું સંકલન અને ડેટાબેઝ બનાવવાના વ્યાપક અભિયાન સહિત વિવિધ કામગીરીની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે પાલક માતાપિતા યોજનાની જોગવાઇઓમાં સકારાત્મક સુધારા કર્યા છે. જેના પરિણામે આ યોજના વધુ વ્યાપક અને સુગમ બની છે.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરી અને જિલ્લા પોલીસ વડા તરૂણકુમાર દુગ્ગલે પણ આનુષાંગિક જાણકારી આપી હતી.

Tags:    

Similar News