વડોદરા : કરજણના તળાવમાં કપડાં ધોઈ રહેલ મહિલાને મગર ઉંડા પાણીમાં ખેચી ગયો, મહિલાનું મોત...

વડોદરા જિલ્લાના કરજણ ખાતે સ્વામિ વિવેકાનંદ તળાવમાં કપડા ધોવા ગયેલ મહિલા ઉપર મગરે હુમલો કર્યો ઉંડા પાણીમાં ખેચી ગયો હતો.

Update: 2023-05-13 10:00 GMT

વડોદરા જિલ્લાના કરજણ ખાતે સ્વામિ વિવેકાનંદ તળાવમાં કપડા ધોવા ગયેલ મહિલા ઉપર મગરે હુમલો કર્યો ઉંડા પાણીમાં ખેચી ગયો હતો. બનાવના પગલે વડોદરા જીઆઇડીસીના ફાયર લાશ્કરોએ ફ્લોટ બોટની મદદથી મહિલાના મૃતદેહને બહાર કાઢ્યો હતો.

મળતી માહિતી અનુસાર, વડોદરા જિલ્લાના કરજણ ગામમાં રહી એકલવાયું જીવન ગુજારતા કંચનબેન રાઠોડ નજીકમાં આવેલ સ્વામિ વિવેકાનંદ તળાવમાં કપડા ધોવા માટે ગયા હતા. તે દરમિયાન કંચનબેન ઉપર મગરે હુમલો કરી તળાવના ઊંડા પાણીમાં ખેંચી જતા તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા તળાવ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, ત્યારબાદ લોકોએ ફાયર વિભાગને જાણ કરતા વડોદરા જીઆઇડીસી ફાયર સ્ટેશનની રેસ્કયુ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ ફ્લોટ બોટની મદદ લઇ કંચનબેનના મૃતદેહની શોધખોળ આરંભી હતી, જ્યાં ભારે જહેમત બાદ ફાયર ફાઇટરોએ તળાવમાં મગરોની વચ્ચેથી મહિલાના મૃતદેહને બહાર કાઢ્યો હતો. ઘટના સ્થળે પહોંચેલ કરજણ પોલીસે મૃતદેહને કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Tags:    

Similar News