વડોદરા : મહારાષ્ટ્રીયન સમાજે કરી ગુડી પડવાની ઉજવણી, એકબીજાને પાઠવી શુભેચ્છા...

મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ગુડી પડવાના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહારાષ્ટ્રીય સમાજે કૂળદેવીના દર્શન કરી એકબીજાને શુભેચ્છા પાઠવી હતી.

Update: 2022-04-02 09:36 GMT

વડોદરા શહેરમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ગુડી પડવાના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહારાષ્ટ્રીય સમાજે કૂળદેવીના દર્શન કરી એકબીજાને શુભેચ્છા પાઠવી હતી.

આજે ચૈત્રસુદ એકમે ગુડી પડવો, ચેટીચાંદ અને ચૈત્રી નવરાત્રીનો ત્રિવેણી સંગમ રચાયો છે. જેને પગલે આનંદ ઉલ્લાસના ઓઘ સાથે આધ્યાત્મિક માહોલ વધુ બળવત્તર બન્યો છે, ત્યારે વડોદરા શહેરમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ગુડી પડવાના પવિત્ર પર્વે ઘર આંગણે ગુડી બાંધી ધાર્મિક શાસ્ત્રોક્ત પરંપરા મુજબ નૂતન વર્ષની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. નૂતનવર્ષે મહારાષ્ટ્રીય સમાજ કૂળદેવીના દર્શન કરી મિષ્ઠાન ધરાવતા હોય છે. પ્રભાતફેરી સહિત સંગીતના કાર્યક્રમો યોજી એકબીજાને શુભકામનાઓ પણ પાઠવે છે.

Tags:    

Similar News