વડોદરા : માટલાં ફોડી દરજીપુરાના સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ, જાણો શું છે માંગ..!

Update: 2022-04-11 11:31 GMT

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવતા હોવા છતાં દરજીપુરામાં પાયાની સુવિધાઓના અભાવે સ્થાનિકો તથા આમ આદમી પાર્ટી દ્વારા માટલા ફોડી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરનો દરજીપુરા વિસ્તારને વર્ષ 2015થી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવવામાં આવ્યો છે. તેમ છતાં આ ગામમાં મૂળભૂત પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે.

જેના પગલે સ્થાનિકો તથા આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સ્થાનિક મહિલાઓએ પાણી, રોડ રસ્તા અને સ્મશાનની સમસ્યાને લઇને માટલાં ફોડ્યા હતા. સાથે જ મહિલાઓએ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકર રોહિત પટેલે જણાવ્યું હતું કે, કોર્પોરેશનમાં વેરો ભરતા હોવા છતાં તેઓને પૂરતું પાણી નહીં મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.

Tags:    

Similar News