વડોદરા: ગંદકી કરનારા સામે કડક કાર્યવાહી અને દંડ વસૂલ કરવા મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવી સૂચના

વડોદરામાં હવે જાહેરમાં થૂંકતા પકડાયા તો તમારી પાસે દંડ વસૂલ કરવામાં આવશે. મહાનગર પાલિકા દ્વારા આ બાબતે લોકોને સૂચના આપવામાં આવી છે

Update: 2023-05-14 10:56 GMT

વડોદરામાં હવે જાહેરમાં થૂંકતા પકડાયા તો તમારી પાસે દંડ વસૂલ કરવામાં આવશે. મહાનગર પાલિકા દ્વારા આ બાબતે લોકોને સૂચના આપવામાં આવી છે

સ્વચ્છતા સર્વેક્ષણમાં પાછળ ધકેલાઈ ગયેલ વડોદરા કોર્પોરેશનના સત્તાધીશોએ શહેરને આગળ લાવવા માટે જાહેરમાં કચરો ફેકનાર કે, ગંદકી કરનાર સામે દંડ વસૂલવાનું તો શરૂ કર્યું છે. પરંતુ હવે પાન પડીકી ખાનાર વાહન ચાલકોપણ ચેતી જજો કોર્પોરેશન હાલમાં વિવિધ જંકશન પર લગાવેલા સીસીટીવી કેમેરાના ઉપયોગ કરી રોડ પર થુકનાર વાહન ચાલકો સામે દંડનાત્મક કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં વડોદરા શહેરના ઓપન સ્પોટ પર કચરો નાખનાર અને ગંદકી ફેલાવનાર સામે જે તે વોર્ડ ઓફિસમાંથી દંડ વસૂલ કરવામાં આવે છે. તો બીજી તરફ હવે ટ્રાફિક જંકશન ઉપર લગાવેલા સીસીટીવી કેમેરાના માધ્યમથી સીટી સિવિક સેન્ટર કંટ્રોલરૂમ ખાતેથી સીસીટીવી કેમેરામાં જે વાહન ચાલકો રોડ પર થુકતા નજરે ચડશે તેના ફૂટેજના આધારે આરટીઓમાંથી વાહનની વિગતો લઈ વાહન માલિક સુધી પહોંચી કોર્પોરેશન દંડ વસૂલવાનું શરૂ કર્યું છે.

Tags:    

Similar News