વડોદરા : પ્લાસ્ટીકની ફેકટરીના માલિક અને તેના પુત્રનો ટ્રેન સામે ઝંપલાવી આપઘાત

વડોદરાના અલકાપુરી વિસ્તારમાં રહેતા ફેક્ટરીના માલિક અને તેમના પુત્રએ રેલવે-ટ્રેક પર પડતું મૂકીને આપઘાત કર્યો છે

Update: 2021-10-27 10:48 GMT

વડોદરાના અલકાપુરી વિસ્તારમાં રહેતા ફેક્ટરીના માલિક અને તેમના પુત્રએ રેલવે-ટ્રેક પર પડતું મૂકીને આપઘાત કર્યો છે. ટ્રેનની જોરદાર ટક્કર વાગતાં બંનેનાં માથાં ધડથી અલગ થઈ ગયાં હતાં. આર્થિક સંકડામણના કારણે બંનેએ મોતને વ્હાલુ કર્યું હોવાની પ્રાથમિક વિગતો સપાટી પર આવી છે.

વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલી સુવર્ણપુરી સોસાયટીમાં રહેતા 73 વર્ષની ઉમંર ધરાવતાં અને પ્લાસ્ટીકની ફેકટરીના માલિક દિલીપ વિમલભાઇ દલાલ અને તેમના 43 વર્ષીય પુત્ર રસેશ દિલીપભાઇ દલાલના મૃતદેહ મારેઠા રેલવે-ફાટક પાસેથી મળી આવ્યા હતા. મંગળવારે સાંજે 7 વાગ્યે પિતા-પુત્રએ ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હતો. પિતા અને પુત્ર તેમના ઘરેથી રીકશામાં બેસીને મકરપુરા રેલવે સ્ટેશન ખાતે આવ્યાં હતાં અને ભાવનગરથી કોચુવેલ્લી જતી ટ્રેનની આગળ પડતું મુકી દીધું હતું. ટ્રેનની ટકકરે પિતા અને પુત્રના માથા ધડથી અલગ થઇ ગયાં હતાં. બનાવની જાણ થતાં રેલવેના પીએસઆઇએ બી.એમ. લબાના અને હેડ કોન્સ્ટેબલ વિજયભાઇ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. રસેશ માનસિક બિમારીથી પીડાતો હતો. પિતા અને પુત્રએ આર્થિક સંકડામણના કારણે આપઘાત કરી લીધો હોય તેમ લાગી રહયું છે.

Tags:    

Similar News