વડોદરા : મોબાઇલ પર વાત કરવામાં વ્યસ્ત યુવતીનું સીટી બસની ટકકરે મોત

જન મહલ સીટી બસ સ્ટેન્ડમાં બનેલી ઘટના સુરતની યુવતી એમ.એસ.યુ.માં ભણતી હતી મૃતક યુવતીનું નામ શિવાની હોવાનું બહાર આવ્યું

Update: 2022-03-09 12:59 GMT

વડોદરાના જન મહલ બસ ડેપોમાં સીટી બસની ટકકરે સુરતની આશાસ્પદ યુવતીનું મોત થયું છે. અકસ્માતના બહાર આવેલાં સીસીટીવીમાં યુવતી મોબાઇલ ફોનમાં વ્યસ્ત હોવાનું જણાય રહયું છે. વડોદરામાંથી એક હદય કંપાવનારી ઘટનાના સીસીટીવી સામે આવી રહયાં છે...

શહેરના જન મહલ સીટી બસ ડેપો પર સીટી બસની ટકકરે આશાસ્પદ યુવતીનું મોત થયું છે. સીટી બસ ડેપોમાં બનેલી આ ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. વાઇરલ થયેલા CCTVમાં સ્પષ્ટ જણાય છે કે સિટી બસનો ચાલક તેની બસ ગફલતભરી રીતે હંકારી વિદ્યાર્થીનીને ટકકર મારે છે.

બસના ડ્રાયવરનું નામ જયેશ છે જયારે મૃતકનું નામ શિવાની છે. શિવાની વડોદરાની એમ.એસ.યુનિવર્સીટીમાં અભ્યાસ કરતી હતી. શિવાનીના પિતા સુરતમાં હીરા ઘસવાની કંપનીમાં કામ કરે છે અને દીકરી શિવાનીને અભ્યાસ માટે વડોદરા મોકલી હતી. શિવાની ચાર દિવસ પહેલાં સુરત પરિવારને મળવા માટે ગઇ હતી 

મંગળવારે બપોરે ટ્રેનમાં વડોદરા આવવા માટે નીકળી હતી. દરમિયાન 4 વાગ્યાના સુમારે તે વડોદરા રેલવે સ્ટેશન પહોંચી હતી અને સેન્ટ્રલ એસ.ટી. ડેપોમાંથી જન મહેલ સિટી બસ ડેપોમાં થઇ ચાલતા બહાર નીકળી રહી હતી. તે દરમિયાન આ કરુણ ઘટના બની હતી. શિવાની બે ભાઇ વચ્ચે એકની એક બહેન હતી.

Tags:    

Similar News