જામનગરઃ નવા મેયરની અધ્યક્ષતામાં મળી પ્રથમ સભા, વિપક્ષનો વૉક આઉટ

Update: 2018-07-21 10:20 GMT

સમિતિઓની રચના માટે મળેલી બોર્ડમાં પ્રશ્નોત્તરીની વિપક્ષી માંગણીને મેયરે ફગાવી દેતાં કર્યા સૂત્રોચ્ચાર

જામનગર મહાપાલિકાની સામાન્ય સભામાં બી.પી.એમ.સી. એક્ટની જોગવાઈ અન્વયે જુદી જુદી ૧૩ ખાસ સમિતિઓની રચના કરવામાં આવી હતી. આ સમિતિની નાણાકીય સત્તાઓ પણ નિર્ધારિત કરવામાં આવી છે. નવનિયુક્ત મેયર હસમુખ જેઠવાના અધ્યક્ષ સ્થાને જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી.

[gallery td_select_gallery_slide="slide" data-size="large" ids="57118,57119,57120,57121,57122,57123,57124,57125,57126"]

જામનગર મહા નગર પાલિકાની પ્રથમ સામાન્ય સભામાં જ મેયરના મિજાજનો પરિચય થઇ ગયો હતો. એજન્ડા મુજબની કાર્યવાહીનો પ્રારંભ થાય તે પૂર્વે જ વિપક્ષી કોર્પોરેટર યુસુફ ખફીએ શહેરમાં બંધ પડેલી સ્ટ્રીટ લાઈટનો મુદો ઉઠાવતા મેયર એ તેમને અટકાવ્યા હતા. મેયરે આ બોર્ડ ચુંટણી માટેનું હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ વિપક્ષી નેતા અલ્તાફ ખફીએ પણ રાજ્ય સરકારનાં ગેઝેટનો હવાલો ટાંકી ચુંટણીના બોર્ડમાં પણ પ્રશ્નોની ચર્ચા માટે સમય ફાળવી શકાતો હોવાનું જણાવી અડધો કલાક શહેર નાં પ્રશ્ને ચર્ચા માટે ફાળવવાની માંગણી કરી હતી.

મેયરે વિપક્ષની ચર્ચાની માંગણીઓ ફગાવી દીધી હતી. જેથી વિપક્ષે ઉગ્ર સુત્રોચ્ચારો કરી વોકઆઉટ કર્યું હતું. ત્યારબાદ જુદી જુદી ૧૩ ખાસ સમિતિઓની ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સાત સાત સભ્યો ધરાવતી ૧૩ સમિતિઓના સભ્યો ને બિનહરીફ ચુટાયેલા જાહેર રવમાં આવ્યા હતા.

Tags:    

Similar News