દમણ નગર પાલિકાના કોર્પોરેટર સલીમ મેમણની થઈ ધરપકડ

Update: 2019-07-03 10:34 GMT

વલસાડ જિલ્લાના વાપી ખાતે દમણના રાજકારણમાં મોટું નામ ધરાવતા અને દમણના કાઉન્સિલર સલીમ મેમણની વલસાડ એલસીબી અને એસઓજી દ્વારા ખંડણી અને વ્યાજખોરી સહીત અપહરણના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે.

વલસાડ જિલ્લાના વાપી ખાતે ગતરોજ દમણના કાઉન્સિલર સલીમ મેમણની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં એક ફરિયાદી દ્વારા વાપી ટાઉનમાં ફરિયાદ કરવામાં આવી હતી. સલીમ મેમણ દ્વારા ફરિયાદીને બે કરોડ થી વધારે ની રકમ ઉધાર વ્યાજે આપવામાં આવી હતી. જેમાં ૧૦ ટકા મહિનાનું વ્યાજ પેટે આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ સલીમ મેમણ દ્વારા દરરોજ ૧૦ ટકા લેખેનું વ્યાજ ફરિયાદી પાસે માંગી માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતું હતું. જેને કારણે દરરોજ વ્યાજના નાણાં ના ચૂકવવાને કારણે ફરિયાદીને ડરાવી ધમકાવીને ફરિયાદીનું અપહરણ કરી સલીમ મેમણ દ્વારા ફરિયાદીની પ્રોપર્ટી પોતાના નામે કરાવી લીધી હતી. જેની કિંમત અંદાજિત ૩૩ કરોડ અને ૫૫ લાખના ઘરેણાંની લૂંટ સલીમ મેમણ દ્વારા કરવામાં આવી હતી. સલીમ જયારે પણ પૈસા લેવા જતો હતો. ત્યારે પૈસા ના હોવાના કારણે ફરિયાદીની પ્રોપર્ટી લેવામાં આવતી હતી. જે તેની બે પત્નીઓ અને અન્ય ૧૩ લોકોના નામે કરાવતો હતો. જેને કારણે તેની બે પત્નીઓ અને ૧૩ લોકો સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Tags:    

Similar News