ભરૂચ : હિંગલ્લા ગામે પ્રેમીપંખીડાઓએ ગળાફાંસો ખાઇ જીવનલીલા સંકેલી લીધી

Update: 2020-05-03 12:30 GMT

ભરૂચ તાલુકાના હિંગલ્લા ગામમાં રહેતાં પ્રેમી પંખીડાઓએ સાગમટે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. બંનેના મૃતદેહ એક ખેતરમાં વૃક્ષ પરથી લટકતી હાલતમાં મળી આવ્યાં હતાં.

સમગ્ર દેશમાં કોરોના વાયરસના કારણે ચાલી રહેલા લોકડાઉન વચ્ચે હિંગલ્લા ગામમાં બનેલી એક કરૂણાંતિકાએ ભરૂચવાસીઓને હચમચાવી દીધાં હતાં. ગામમાં રહેતાં પ્રેમી પંખીડાઓએ એક જ દોરીના બે ફંદા બનાવી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. મૃતક યુવતીનું નામ સંજના વસાવા અને યુવકનું નામ વિક્રમ વસાવા હોવાનું બહાર આવ્યું છે. સંજના શનિવારના રોજ સાંજે ઘરેથી કામ હોવાનું કહીને બહાર નીકળી હતી અને મોડી રાત સુધી તે પરત નહિ ફરતાં પરિવારે શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન ગામની સીમમાં આવેલાં હારૂનભાઇના ખેતરમાંથી સંજના અને વિક્રમના મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યાં હતાં. મૃતક સંજના અને વિક્રમ ખેતમજુરી કરતાં હતાં અને બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની વિગતો સપાટી પર આવી છે. પ્રેમમાં નિષ્ફળતા અથવા સમાજ તેમના સંબંધોનો સ્વીકાર નહિ કરે તેની બીકથી બંનેએ અંતિમ પગલું ભર્યું હોવાની શકયતા હાલના તબકકે જોવામાં આવી રહી છે.

Tags:    

Similar News