ભરૂચમાં નર્મદાની જળસપાટી ૧૭.૩૦ ફૂટે: જળસપાટીમાં ધીમો ઘટાડો

Update: 2019-08-11 06:07 GMT

નર્મદા ડેમમાંથી ૬ લાખ ક્યુસેસ પાણી છોડાતા ભરૂચમાં નર્મદા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ ઊભી થતા જળ સપાટી ર૮.પ ફૂટે પહોંચતા ત્રણ તાલુકાના ૨૩૧૨ લોકોને સ્થળાંતરિત કરાયા હતા. બીજા દિવસે સવારે પણ ર્નમદાની જળસપાટી ઘટવાના બદલે ૨૮ ફૂટે સ્થિર રહી હતી. દરિયામાં ભરતીના કારણે પૂરના પાણી અવરોધાતા જળસપાટીમાં નહિવત ઘટડો દેખાયો હતો.

નર્મદા નદીમાં છેક ૬ વર્ષ બાદ પૂરની સ્થિતિ ઉદ્ભવી હતી. નર્મદા ડેમની ઊંચાઈ વધતા છ વર્ષથી નર્મદા સૂકીભઠ બની હતી. રણ જેવી બનેલ નદીમાં પૂર આવતા જિલ્લાના ખેડૂતો અને માછીમારો સહિતના લોકોમાં એક તરફ ખુશીનો માહોલ હતો તો બીજી તરફ ત્રણ તાલુકાના પૂર અસરગ્રસ્ત ૧૦ ગામો અને શહેરના નિચાણવાળા વિસ્તારમાંથી ૨૩૧૨ લોકોને સ્થળાંતરિત કરાયા હતા. દરમિયાન રાત્રિના સમયે ભરૂચમાં નર્મદાની સપાટી ૨૮.પ ફૂટે પહોંચી હતી. આ તરફ બપોરે ૧૨.૦૦ વાગ્યાની આસપાસ નર્મદા ડેમના તમામ દરવાજા બંધ કરી દેવાતા ડેમમાંથી પાણીની આવક બંધ થઈ હતી. પરંતુ ઓરસંગ અને હેરણ નદી સહિતન નદીઓના પૂરના પાણી નર્મદા નદીમાં ઠલવાતા નર્મદામાં પૂરની સ્થિતિ બીજા દિવસે પણ યથાવત રહી હતી.

[gallery td_select_gallery_slide="slide" data-size="full" ids="107254,107255,107256,107257,107258,107259"]

શનિવારે દશમનો દિવસ હોય સવારે દિરયામાં ભરતી આવતા નર્મદાના પૂરના પાણી અવરોધાતા ભરૂચમાં જળસપાટીમાં દિવસ દરમિયાન નહીવત ઘટાડો થયો હતો. દરિયામાં ર્નમદાના પાણી ન સમાતા ભરૂચમાં સવારે જળ સપાટી ૨૮ ફૂટે સ્થિર રહી હતી. જોકે નર્મદા ડેમમાંથી વધુ પાણી ન છોડાતા તંત્ર સહિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, આજે સવારથી ભરતીના પાણી ઓસરતા નદીની જળસપાટી ૧૭.૩૦ ફૂટે પહોંચી હતી અને હજુ પણ તેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. નર્મદા માં પાણી ઓસરતા નદી કાંઠાના કેટલાક સ્થળોમાં પાણી ઓસરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Tags:    

Similar News