ભાજપ ચિંતન શિબિરનો આજે બીજો દિવસઃ ડઝનથી વધુ સાંસદોના પત્તાં કપાવાની શક્યતા

Update: 2018-06-25 07:56 GMT

અસંતુષ્ટોને મનાવીને ગઢ બચાવવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પ્રદેશના નેતાઓ સાથે કરશે ચર્ચા

અમદાવાદ-ગાંધીનગર હાઈવે ઉપર આવેલા એસજીવીપી ખાતે ભાજપની બે દિવસની ચિંતનશિબિર ચાલી રહી છે. ચિંતન શિબિરનો આજે છેલ્લો દિવસ છે. આ બેઠકમાં પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ઉપસ્થિત રહીને લોકસભાની ચૂંટણી માટેની તૈયારીનો રોડમેપ પ્રદેશ સંગઠન સમક્ષ રજૂ કરશે તેમ સૂત્રોનું કહેવું છે.

પ્રાપ્ત જાણકારી મુજબ આ વખતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શિબિરમાં પક્ષના અસંતુષ્ટોની નારાજગી તેમજ નબળી કામગીરીને કારણે લોકોમાં અળખામણા થયેલા સાંસદોના મુદ્દે ગંભીર ચિંતન અને ચર્ચા કરવામાં આવશે.

સૂત્રોનું માનીએ તો ભાજપે કરાવેલાં સાંસદોના સરવેમાં ગુજરાતના કુલ 26માંથી ભાજપ આ વખતે અડધો ડઝનથી વધુ સાંસદોના પત્તાં કાપે તેવી શક્યતા છે. જેને સ્થાને પ્રદેશ સંગઠનમાંથી વૈકલ્પિક નામો પર ચર્ચા કરવામાં આવશે. આ સાથે જ અસંતુષ્ટોને મનાવીને ગઢ બચાવવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પ્રદેશના નેતાઓ સાથે સોમવારે તબક્કાવાર બેઠક યોજીને ચિંતન કરશે.

Tags:    

Similar News