રાજકોટમાં દલિત યુવાનની હત્યાના વિરોધમાં રાષ્ટ્રીય બહુજન સમિતિએ પાઠવ્યું આવેદન

Update: 2018-05-24 11:52 GMT

રાજકોટના વેરાવળમાં દલિત યુવાનને માર મારીને હત્યા નિપજાવવાની ઘટના સામે સમગ્ર ગુજરાતના દલિત સમાજમાં વિરોધનો જુવાળ ઉભો થયો છે. ભરુચ જિલ્લાની વિવિધ એસ.ટી. એસ.સી. ઓબીસી સંસ્થાઓની આગેવાની લઇ રાષ્ટ્રીય બહુજન હિત વર્ધક સમિતિએ આજરોજ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને ઉદેશીને જિલ્લા કલેકટરને આવેદન આપી વિવિધ માંગણીઓ કરી હતી.

રાષ્ટ્રીય બહુજન હિતવર્ધક સમિતિના પ્રમુખ છગનભાઇ ગોડીગજબાર, શહેર મંત્રી નટુભાઇ પરમાર, અબ્દુલભાઇ કામઠી સહિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ આપેલ આવેદનમાં રાજકોટની ઘટનાને વાખોડી નાંખી ગુજરાતમાં દલિતો સુરક્ષિત નથી તેવા આક્ષેપ કર્યા હતા. અને વિવિધ માંગણીઓ દોહરાવી મૃતકના પરીવારને જરૂરી વળતર મળે તથા તત્કાલીન ધોરણે સરકાર દ્વારા દલિત સમાજ ઉપર થયેલા અત્યાચારના કિસ્સામાં કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

Tags:    

Similar News