સુરત : ડ્રગ્સનું રો-મટિરિયલ કડોદરામાં થઈ રહ્યું છે તૈયાર, ડુમસમાંથી ઝડપાયેલા આરોપીઓએ કર્યો ખુલાસો

Update: 2020-09-24 11:28 GMT

સુરતમાં રૂપિયા 1 કરોડથી વધુના ઝડપાયેલા ડ્રગ્સનું કનેક્શન શહેરના કડોદરા વિસ્તાર સાથે જોડાયેલું હોવાનું બહાર આવ્યું છે. જેમાં ડ્રગ્સ માફિયાઓ સેનેટાઈઝરની આડમાં ડ્રગ્સ બનાવતા હોવાનું પોલીસ તપાસમાં ચોંકાવનારો ખોલાસો થયો છે.

સુરત શહેરના ડુમસ વિસ્તારમાંથી ગતરોજ સુરત સીટી પોલીસે રૂપિયા 1 કરોડથી વધુના ડ્રગ્સ સાથે આરોપીઓને દબોચી લીધા હતા, ત્યારે ઝડપાયેલ આરોપીઓની પોલીસે કડક પૂછપરછ કરતા આરોપીઓએ ડ્રગ્સનું રો-મટિરિયલ કડોદરા વિસ્તારમાં તૈયાર કરાતું હોવાનું જણાવ્યું હતું.

સમગ્ર મામલે સુરત સીટી પોલીસે કડોદરા પોલીસને સાથે રાખી આરોપીઓએ જણાવેલ સ્થળ પર એવા કડોદરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ એક બિલ્ડીંગમાં તપાસ કરતા ડ્રગ્સનું રો-મટિરિયલ મળી આવ્યું હતું. હાલ તો પોલીસે રો-મટિરિયલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Tags:    

Similar News