ETL દ્વારા પાણીનાં શુધ્ધિકરણ માટેનાં ચાર્જીસમાં વધારો કરી દેવાતાં નાના ઉદ્યોગકારો મૂંઝવણમાં

અંકલેશ્વરનાં ઉદ્યોગકારો જેઓ ઈટીએલ(એન્વાયરો ટેક્નોલોજી લિમિટેડ)ને કંપનીનાં મેમ્બર છે. અને તેમની કંપનીમાં વપરાતું પાણી શુધ્ધ કરવા માટે આપે છે. તાજેતરમાં જ ઈટીએલ દ્વારા ટ્રીટમેન્ટ કોસ્ટ કરતાં કન્વેન્સિંગ ચાર્જ વધારી દીધો હતો. જેને લઈને આજરોજ ઉદ્યોગકારોએ AIA ખાતે ઈટીએલનાં હોદ્દેદારો સાથે મિટીંગનું આયોજન કર્યું હતું. પરંતુ ઈટીએલનાં હોદ્દેદારો મીટીંગમાં નહીં આવતાં ઉદ્યોગકારો જાતે જ ત્યાં ઈટીએલ ઉપર રજૂઆત કરવા માટે પહોંચી ગયા હતા.

અંકલેશ્વરઃ AIA ખાતે મીટિંગમાં ETLના હોદ્દેદારો નહીં આવતાં ઉદ્યોગકારો જાતે જ ETL ખાતે પહોંચ્યા

અંકલેશ્વરઃ AIA ખાતે મીટિંગમાં ETLના હોદ્દેદારો નહીં આવતાં ઉદ્યોગકારો જાતે જ ETL ખાતે પહોંચ્યા

Connect Gujarat यांनी वर पोस्ट केले गुरुवार, ६ डिसेंबर, २०१८

અંકલેશ્વર ઉદ્યોગમંડળ ખાતે આજ રોજ ઉદ્યોગકારોની ઈટીએલ(એન્વાયરો ટેક્નોલોજી લિમિટેડ)નાં હોદ્દેદારો સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય એજન્ડા પાણીના ટ્રીટમેન્ટ ખર્ચનો ભાવ વધારો થતાં ચર્ચા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈટીએલ કંપનીએ એડિસનલ ચાર્જીસ વધારી દીધા હોવાથી ઉદ્યોગપતિઓને ખર્ચનું ભારણ વધી રહ્યું હતું.

ઉદ્યોગકારોનો આક્ષેપ છે કે સુએઝમાંથી ટ્રિટમેન્ટ માટે લવાતા પાણીનો ખર્ચ પણ મેમ્બર પાસેથી વસુલવામાં આવે છે. આવું કરીને ઈટીએલ નાના ઉદ્યોગકારોનું નાક દબાવવા માંગતું હોય તેવું ફલિત થાય છે. આવા સંજોગોમાં નાના ઉદ્યોગો મંદ પડી જશે. અને બંધ પણ થઈ જશે. સરકારે સબસીડી ફાળવીને ટોકન ભાવે જમીન આપી સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝનાં હિત માટે પ્લાન્ટ બનાવવાની મંજૂરી આપી હતી. જે હવે નાના ઉદ્યોગો સામે ભાવ વધારા કરીને બંધ કરવાનું કામ કરી રહ્યો છે.

સામા પક્ષે પોતાનો બચાવ કરતાં ઈટીએલનાં સીઓ અમૃત દરજીએ જણાવ્યું હતું કે, એનસીટીનાં જે ચાર્જીસ છે તે શરૂઆતથી જ ઈટીએલ મેમ્બર્સને પણ લાગુ કરવામાં આવ્યા છે. તો ઉદ્યોગકારોએ ઈટીએલનાં હોદ્દેદારોને મીટીંગ માટે વારંવાર બોલાવ્યા છતાં નહીં આવ્યા  તે અંગે કોઈ જવાબ આપી શક્યા નહોતા.

LEAVE A REPLY