New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-199.jpg)
લોકસભાની ચૂંટણી માટેના પ્રચાર પડઘમ રવિવારે સાંજે પાંચ કલાકે શાંત પડે તે પૂર્વે અંકલેશ્વર ખાતે ભાજપના કાર્યકરો દ્વારા વિજય વિશ્વાસ બાઈક રેલી કાઢવામાં આવી હતી.
અંકલેશ્વર ધારાસભ્ય કાર્યાલયથી આરંભ થયેલ રેલીમાં ધારાસભ્ય અને રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલ પણ આ રેલીમાં જોડાયા હતા. આ રેલી અંકલેશ્વર શહેરના મુખ્ય માર્ગો પર આ રેલી ફરી હતી અને મતદારોને મત આપવા માટે અપીલ કરી હતી.