અંકલેશ્વર ખાતે જે.એન.પીટીટ લાઇબ્રેરી ડેવલપમેંટ કમિટીની પ્રથમ સભા મળી

New Update
અંકલેશ્વર ખાતે જે.એન.પીટીટ લાઇબ્રેરી ડેવલપમેંટ કમિટીની પ્રથમ સભા મળી

સભામાં લાઇબ્રેરીના વિકાસ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી

અંકલેશ્વર ખાતે ૧૦૦ વર્ષ જૂની જે.એન.પીટીટ લાઇબ્રેરી ખાતે તા. ૧૫/૨/૨૦૧૮ ને શનિવારે સાંજે ૬:૩૦ કલાકે લાયબ્રેરી ડેવલપમેંટ કમિટીની પ્રથમ સભા યોજાઇ હતી.

લાઇબ્રેરીના વિકાસ માટે મળેલ આ સભામાં ડૉ.નાવેદ અનિવાર્ય સંજોગોના કારણે હાજર રહી ન શયા હતા જયારે અન્ય સભ્યો ચેતન શાહ,દક્ષા શાહ,શેરી કાથાવાલા,ખુશિત મહેતા,સુરભી સોની,યોગેશ પારિક ,યઝદ અંકલેશ્વરીયા,વિશાલ શાહ હાજર રહી વિચાર વિમર્સ કરી લાઇબ્રઈને લોકભોગ્ય અને અદ્યતન કેવી રીતે બનાવી શકાય તે અંગે ચર્ચા હાથ ધરી હતી.

આ સભામાં લાયબ્રેરી મકાનમાં રંગોળી સ્પર્ધા યોજવી. ગાંધીજીના ૧૫૦ વર્ષ નિમિત્તે લાયબ્રેરીની બાજુની દિવાલ પર ગાંધીજીનું ચિત્ર તૈયાર કરી સ્વચ્છતા અંગે જનજાગૃતિ કરાશે તથા શાળાના વિદ્યાર્થીઓ માટે ગાંધીના જીવન પ્રસંગ પર વક્તૃત્વ સ્પર્ધા યોજવા. યુવાનોને લાયબ્રેરી સુધી લાવવા અને વાચન શોખ વધારવા ફિલ્મ બતાવી તેનો રીવ્યુ કરાવવાનું આયોજન વિચારાયુ અને લાયબ્રેરીને મહિનામા ૫૧ કલાકના સમયદાન માટે ખુશિત મહેતા સુરભી સોની તથા વિશાલ શાહે સંમતિ આપી તો લાયબ્રેરીનું ફેશબુક પેજ તૈયાર કરવાની જવાબદરી યોગેશ પારીકે ઉઠાવી હતી.