Connect Gujarat
ગુજરાત

નર્મદાના પાણી પર ગુજરાતનો હક્ક, મધ્યપ્રદેશ સરકાર પાણી પર રાજનીતિ કરવાનું બંધ કરે : વિજય રૂપાણી

નર્મદાના પાણી પર ગુજરાતનો હક્ક, મધ્યપ્રદેશ સરકાર પાણી પર રાજનીતિ કરવાનું બંધ કરે : વિજય રૂપાણી
X

રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ની પત્રકાર પરિષદ યોજી હતી. નર્મદા નીર મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણી ની પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે મધ્યપ્રદેશના મંત્રી હનીસિંઘ બાઘેલ ના નિવેદન ને લઇ આકરા પ્રહારો કર્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી એ આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે લોકસભાની હાર કોંગ્રેસ પચાવી ન શકતા હોય તેવું લાગી રહ્યું છે. તો સાથે જ ગુજરાતના લોકો સાથે નું અહિત કરવાની વૃત્તિ છતી થતી હોઈ એવું લાગી રહ્યું છે.

અગાઉ નર્મદા યોજના પુરી ન થાય એ માટે કોંગ્રેસ અનેક પ્રયત્નો કર્યા હતા. પાણી સાથે કોંગ્રેસ રાજકારણ રમવાનું કામ કરે છે. ત્યારે હું મધ્યપ્રદેશ ના મંત્રી અને મુખ્યમંત્રી ને ચેતવણી આપું છું કે નર્મદા પાણી પ્રશ્ને રાજકારણ ન કરે જેમાં જનતા નું હિત નથી. નર્મદા પાણી ની વહેંચણી 1979 ના ચુકાદા થી કરવામાં આવી છે જેમાં ફેરફાર કરવાનો કોઈ અધિકાર કોઈ રાજ્ય ને નથી. સરદાર સરોવર બંધમાં 250 મેગાવોટ કેનાલ હેડ પાવર હાઉસમાં વીજ ઉત્પાદન ચાલુ છે અને વીજ ઉત્પાદન થયા પછી એ પાણી નર્મદા મુખ્ય નહેરમાં વાળીને ઉપયોગમાં લેવાય છે.

આ વીજ ઉત્પાદનનો 57% હિસ્સો મધ્યપ્રદેશને આજે મળે છે. ગુજરાત એ ક્યારે એક પક્ષી નિર્ણય નથી કર્યો, 15 એપ્રિલ 2019 બધા રાજ્યોની ભાગીદાર રાજ્યો સાથે સહમતી થી નિર્ણય કર્યો છે. મધ્યપ્રદેશ ના હિત વિરુધ્ધ ગુજરાત સરકાર કોઈ કાર્ય નથી કરતી. 40 વર્ષ થી ચારે રાજ્યો સહકાર થી નર્મદા પાણી અંગે સારા વાતવરણ માં કામ થયું છે. આ સારા વાતાવરણ ને ડહોળવા નું કામ મધ્યપ્રદેશ ન કરે તેવી વિનંતી કરું છું.

Next Story