Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ સંજાલી ગામે કોમ્પ્યુટર ઓપરેટરના આપઘાત પ્રકરણમાં ઘુંટાતું રહસ્ય

અંકલેશ્વરઃ સંજાલી ગામે કોમ્પ્યુટર ઓપરેટરના આપઘાત પ્રકરણમાં ઘુંટાતું રહસ્ય
X

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં વધુ ભણેલો હોવા છતાં સરકારી કે ખાનગી રાહે કાયમી નોકરી ન મળતાં તાણ અનુભવાતો હતો

અંકલેશ્વરનાં સંજાલી ગામે કોમ્પ્યુટર ઓપરેટરે ગતરોજ આપઘાત કરી લેતાં તેનાં મોત પાછળ રહસ્ય ઘુંટાય રહ્યું છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં યુવાન વધુ ભણેલો હોવા છતાં સરકારી કે ખાનગીમાં કાયમી નોકરી નહીં મળતાં માનસિક તાણ અનુભવાતો હોવાનું બહાર આવ્યું છે. મૃતક કોમ્પ્યુટર ઓપરેટરની પત્નીનો ઓફિસમાં ફોન આવ્યા બાદ શોધખોળ કરવામાં આવી હતી. દરમિયાન સફાઈ કામદાર મચ્છરનો પાવડર લેવા જતાં ફોનની રિંગ વાગતા ઘટના પ્રકાશમાં આવી હતી.

અંકલેશ્વર તાલુકાના સંજાલી ગ્રામ પંચાયત કચેરીના ઉપરના રૂમમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતા સોહીલ કરીમ પંજવાણીના આપઘાત પાછળના રહસ્યનો પડદો હજી ઉંચકાયો નથી. પોલીસ દ્વારા ગામમાં તેમજ મૃતક સોહેલના પરિવાર પણ પૂછપરછ કરતા કોઈ અણબનાવ અંગે માહિતી સાંપડી નથી. પરંતુ મૃતક સોહીલ પંજવાણીએ ઉચ્ચ અભ્યાસ કર્યો હોવા છતાં તેને ખાનગી કે સરકારી કાયમી નોકરી નહીં મળતી હોવાનો અફસોસ હતો. પંચાયતમાં પણ કાયમી નોકરી થઇ જશે તેવી આશાએ આવતો હતો. આ સંજોગોમાં તેણે ગત સાંજે અચાનક આપઘાત કરી લીધો હતો.

પોલીસ દ્વારા પ્રાથમિક તબક્કે અગમ્ય કારણસર આપઘાતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સોહીલ પરિવારમાં માનીતો હતો. તેની પત્ની પાનોલી જીઆઇડીસીમાં જ નોંકરી કરતી હતી. સાંજે તેણે ફોન નહીં ઉપાડતાં પત્ની દ્વારા પંચાયત ખાતે ફોન કરી ઈન્કવાયરી કરી હતી. દરમિયાન પંચાયતનાં સફાઈ કામદાર ભાવેશ સોલંકીએ મચ્છર મારવાનો પાવડર લેવા જતા રૂમમાં ફોન ની રીંગ અવાજ સાંભળતા ઘટના પ્રકાશમાં આવી હતી. હાલ પોલીસ દ્વારા સોહીલના મૃત્યુ પાછળનું સાચું કારણ જાણવા માટે વધુ તપાસ આરંભી હતી.

Next Story