Connect Gujarat
ગુજરાત

1947ની આઝાદી રાત્રે ઉજવવામાં આવી હતી તેમ અમદાવાદમાં પણ 370 નાબુદીની ઉજવણી કરાઈ

1947ની આઝાદી રાત્રે ઉજવવામાં આવી હતી તેમ અમદાવાદમાં પણ 370 નાબુદીની ઉજવણી કરાઈ
X

ભારત દેશ 1947માં આઝાદ થયો હતો ત્યારે લોકોમાં જે ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો હતો તેમ જમ્મુ કશ્મીરમાં 35એ અને 370ને કેન્દ્ર સરકાર દ્વારા નાબૂદ કરવામાં આવતા અમદાવાદીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમ આઝાદી રાત્રે મળી હતી અને લોકોએ તે આઝાદીને ઉજવી હતી. તેમજ નગરજનો દ્વારા રાત્રે 12 વાગે આતીશબાજી કરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આશરે 100 વધારે લોકો એકઠા થયા હતા.

જમ્મુ અને કાશ્મીર હવે ભારતનું ખરેખર અભિન્ન અંગ બની ગયું છે. ત્યારે ગુજરાતીઓમા આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો હતો. અમદાવાદીઓએ પણ આ હર્ષો ઉલ્લાસને કઈક અલગ રીતે ઉજવ્યો હતો. રાત્રે 12 વાગ્યાના સુમારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ સીટીએમ એક્સપ્રેસ હાઇવે બાજુ નગરજનો દ્વારા 370 અને 35એ ને કેન્દ્ર સરકાર દ્વારા નાબૂદ કરવામાં આવતા તેની ઉજવાણી કરવામાં આવી હતી. જેમાં આશરે 100 વધુ લોકો આ ઉજવણીમાં જોડાયા હતા તથા આકાશમાં આતીશબાજી કરીને દરેકે એકબીજાને મીઠાઈ ખવડાવી હતી. જોકે લોકોમાં હજુ રામ મંદિરને લઈને આવી આશાઓ અને અપેક્ષાઓ બંધાયેલી જોવા મળી હતી. હવે જોવું રહ્યું આગામી સમયમાં સરકાર દ્વારા હવે કયા નવા કડક નિર્ણયો લેવામાં આવે છે.

Next Story