Connect Gujarat
ગુજરાત

અરવલ્લી: માલપુરમાં 1.95 કરોડના ખર્ચે નવીન બસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરતા CM વિજય રૂપાણી

અરવલ્લી: માલપુરમાં 1.95 કરોડના ખર્ચે નવીન બસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરતા CM વિજય રૂપાણી
X

અરવલ્લી જિલ્લાના માલપુરમાં નવીન તૈયાર થયેલા બસ સ્ટેશનનું મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. રૂપિયા 1.95 કરોડના ખર્ચે તૈયાર થયેલા અત્યાધુનિક બસ સ્ટેશનને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાવનગર ખાતેથી ઇ-લોકાર્પણ કરીને મુસાફરો માટે ખુલ્લુ મુક્યું હતું.

રાજ્યમાં હવે પીપીપી ધોરણે નવીન બસ સ્ટેશન તૈયાર થઇ રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે નવીન તૈયાર થયેલા બસ સ્ટેશનને મુસાફરો માટે ખુલ્લુ માકવામાં આવ્યું. જિલ્લાના સાંસદ દિપસિંહ રાઠોડના હસ્તે માલપુર બસ સ્ટેશનને ખુલ્લુ મુકવામાં આવ્યું છે. આ પ્રસંગે પ્રાંત અધિકારી તેમજ મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના નવીન તૈયાર થયેલા બસ સ્ટેશનનોનું ભાવનગર ખાતેથી ઇ-લોકાર્પણ કર્યું હતું, જેમાં અરવલ્લી જિલ્લાના માલપુર બસ સ્ટેશનનો પણ સમાવેશ થાયો હતો. માલુપર બસ સ્ટેશન 1.95 કરોડના ખર્ચે તૈયાર થયું છે, જેમાં પ્રાથમિક સુવિધાઓ સુવિધાઓ ઠંડા પાણીની પરબ, પાર્કિંગ વ્યવસ્થા, વિકલાંગ માટે અલગથી ટ્રેક તેમજ આધુનિક કેન્ટિનનો પણ સમાવેશ થાય છે.

નવીન બસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે માલપુરની જનતા પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.

Next Story