Connect Gujarat
Featured

ભરૂચ : નેત્રંગ ખાતે કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજવામાં આવ્યો, ખેડુતોને અપાયો યોજનાઓનો લાભ

ભરૂચ : નેત્રંગ ખાતે કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજવામાં આવ્યો, ખેડુતોને અપાયો યોજનાઓનો લાભ
X

દેશના પુર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયની જન્મજયંતીની ઉજવણી કેન્દ્ર-રાજ્ય સરકાર સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે નેત્રંગના સ્વામીનારાયણ મંદિરના ભવનમાં કિશાન કલ્યાણ કાર્યક્ર્મ આયોજન કરવામાં આવ્યું હતું.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે નેત્રંગ તાલુકાના લોકોને ખેતીવાડીને લગતી યોજનાઓ,જિલ્લા ઉદ્યોગની યોજના અને સમાજ કલ્યાણ યોજના સહિત ખાતાકીય કચેરીઓ તરફથી વિવિધ યોજનના લાભ તાલુકાના ખેડુતોને મળ્યો હતો. પ્રાકૃતિક કૃષી પદ્ધતિ ખેતી યોજના,ગુજરાત સરકારનો છાયડો,કિશાન પરિવહન,પ્રાકૃતિક પરિવહન યોજના,મુખ્ય મંત્રી પાક સગ્રહ, ફરતું દવાખાનું વગેરે યોજના અંતર્ગત લાભ ખેડુતોને આપ્યા હતા,જે દરમ્યાન નાયબ કલેક્ટર બ્રિજેશ પટેલ,વાલીયા એપીએમસી વા.ચેરમેન હાદિૅકસિંહ વાંસદીયા, નેત્રંગ તા.પંચાયતના પ્રમુખ ગીતાબેન વસાવા,ભાજપ પ્રમુખ માનસિંગ વસાવા,ચાસવડ સરપંચ મનસુખ વસાવા સહિત મોટી સંખ્યામાં ખેડુતો જોડાયા હતા.

Next Story