Connect Gujarat
Featured

ભરૂચ : નેત્રંગમાં વાહન ડિટેઇન-દંડનાત્મક કાયૅવાહી બાબતે બીટીએસએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

ભરૂચ : નેત્રંગમાં વાહન ડિટેઇન-દંડનાત્મક કાયૅવાહી બાબતે બીટીએસએ  મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
X

ભરૂચ જીલ્લામાં નેત્રંગમાં વાહન ડિટેઇન-દંડનાત્મક કાયૅવાહી બાબતે બીટીએસનું આવેદનપત્ર આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના નેત્રંગના યુવાનો રોજગારી માટે ખાનગી વાહનો મારફતે જીવના જોખમે મુસાફરી અંકલેશ્વર-ઝઘડીયા જાય છે. ગુજરાત સરકારના મોટર વ્હીકલ એક્ટ ૨૦૨૦ ના ઓથા હેઠળ પોલીસનો ઉપયોગ કરીને ખાનગી વાહનચાલકો અને રોજગારી માટે જતાં યુવાનોને માનસિક રીતે હેરાન કરવામાં આવતા હોવાથી યુવાનો રોજગારી માટે જઇ શકતા નથી. ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. જવાબદાર લોકો ધ્વારા છેલ્લા એક માસથી દંડનાત્મક કાયૅવાહી કરીને હેરાનપરેશાન કરવામાં આવી રહ્યા છે. RTO નો મેમો આપવામાં આવે છે, જે અમુક રકમ પોતાના ખિસ્સામાં મૂકવામાં આવે છે, તેવા સંજોગોમાં નેત્રંગ તાલુકા પંચાયત ઉપપ્રમુખ અજુૅન વસાવા, કારોબારી અધ્યક્ષ મગન વસાવા, ભોલા વસાવા અને નેત્રંગ તાલુકા બીટીએસ પ્રમુખ વનરાજ વસાવાએ નેત્રંગ મામલતદારને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. અને
ધરણા, ઉપવાસ અને નેત્રંગ બંધની ચીમકી ઉચ્ચારી હતી.

Next Story