Connect Gujarat
ગુજરાત

ભરૂચ કલેકટરાલય ખાતે ગુજરાતના આરોગ્ય સચિવની અધિકારીઓ સાથે એક બેઠક યોજાઇ

ભરૂચ કલેકટરાલય ખાતે ગુજરાતના આરોગ્ય સચિવની અધિકારીઓ સાથે એક બેઠક યોજાઇ
X

બેઠકમાં વિવિધ વિભાગોના સંકલન અન્વયે આરોગ્ય વિભાગના ૭+૪=૧૧ઇન્ડકેટર્સ વિષે ચર્ચા

ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આરોગ્ય સચિવ જેન્તિ રવિના અધ્યક્ષ સ્થાને જિલ્લા આરોગ્ય સંકલન સમિતિ (JASS)ની કામગીરી અને સ્ટરીંગ કમિટીની એક ખાસ બેઠક યોજવામાં આવી.

આ બેઠકમાં વિવિધ વિભાગોના સંકલન અન્વયે આરોગ્ય વિભાગના ૭+૪=૧૧ ઇન્ડકેટર્સ વિષે ચર્ચા અને તેમાં સુધારણા અંગે જિલ્લા આરોગ્ય સંકલન સમિતિ (JASS)ના સભ્યોની મિટિંગ યોજાઇ. રાજ્યમાં હાલ સ્વાઇન ફ્લ્યુના વધતા જતાં કેસ બાબતે જે દહેશતનો માહોલ સર્જાયો છે તે સંદર્ભે આરોગ્ય સચિવ જેન્તિ રવિ દ્વારા જણાવાયું હતું કે, સ્વાઇન ફ્લ્યુના કેસોમાં હાલ ઘટાડો નોંધાઈ રહ્યો છે. સ્વાઇન ફ્લ્યુને પહોંચી વળવા આરોગ્ય વિભાગ પાસે પર્યાપ્ત માત્રામાં દવાનો જથ્થો પણ હોવાનું આરોગ્ય સચિવે જણાવ્યુ હતું.

Next Story