ભરૂચ કલેકટરે કુત્રિમ કુંડમાં કર્યું સપરિવાર ગણપતિ વિસર્જન

New Update
ભરૂચ કલેકટરે કુત્રિમ કુંડમાં કર્યું સપરિવાર ગણપતિ વિસર્જન

આજે અનંત ચતુર્દશીના તહેવાર પર દસ દિવસીય ગણેશોત્સવનુ સમાપન. સાર્વજનિક સ્થળ અને ઘરોમાં સ્થાપિત ગણપતિજીની મૂર્તિઓનું વિસર્જન કરાયું. શાસ્ત્રો મુજબ માટી દ્વારા નિર્મિત ગણેશજીની મૂર્તિઓ જે સ્થાપિત કરવામાં આવે છે તેનુ વિસર્જન થવુ અનિવાર્ય છે. તેથી શાસ્ત્ર મુજબ ગણપતિજીની મૂર્તિઓનું વિસર્જન પાણીમાં જ થવુ જોઈએ.

ભરૂચ જિલ્લા કલેકટર દ્વારા ભરૂચના ઝાડેશ્વર સ્થીત સાંઇ મંદિર પાસે તંત્ર દ્વારા બનાવાયેલ કુત્રોમ કુંડમાં પોતાના નિવાસ્થાને સ્થાપિત ગણેશજીની મૂર્તિને સપરિવાર વાજતે ગાજતે વિધિવત રીતે વિસર્જીત કરી અન્ય ગણેશ મંડળોને પ્રદુષણ અટકાવવા સહભાગી થવાના સંદેશ સાથે સર્વેને પર્યાવરણની જાળવણી કરવા તેમજ કુત્રિમ કુંડમાં ગણેશજીનું વિસર્જન કરવા પ્રેરણા આપી હતી.

ભરૂચ ઝાડેશ્વર સ્થિત કુત્રિમ તળાવમાં સવારના ૧૦ કલાક સુધીમાં ૬૦ જેટલી ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે.